પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં છોકરાની સાયકલ લેવા બાબતે મહિલાને ગાળો આપીને માર માર્યો: 5 મહિલા સહિત કુલ 6 સામે ફરિયાદ


SHARE































વાંકાનેરમાં છોકરાની સાયકલ લેવા બાબતે મહિલાને ગાળો આપીને માર માર્યો: 5 મહિલા સહિત કુલ 6 સામે ફરિયાદ

વાંકાનેરની હવેલી શેરીમાં રહેતી મહિલાને ત્યાં રહેતા અન્ય લોકોએ બાળકોની સાઇકલ લેવા બાબતે બોલાચાલી કરીને ગાળો આપી હતી તથા ફરિયાદી તથા સાહેદને ઢીકાપાટુ અને લાકડી વડે મારમાર્યો હતો અને આ બનાવમાં ફરિયાદીનો મોબાઇલ તૂટી ગયો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના દરબારગઢ રોડ ઉપર આવેલ હવેલી શેરીના નાકે શ્રીજી કૃપા ખાતે રહેતા જ્યોતિકાબેન બટુકભાઈ મેઘાણી (52)એ હાલમાં ભાવનાબેન ભાવિનભાઈ કાગડા, શીતલબેન મિલનભાઈ કાગડા, નિરાલીબેન કાગડા, સાવનબેન પ્રદીપભાઈ વાગડિયા, ખુશ્બુબેન કાનાભાઈ વાળંદ અને પ્રદીપભાઈ વગડીયા રહે. તમામ હવેલી શેરી વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે ફરિયાદી ત્યાં શેરીમાં નીકળતા આરોપીઓએ તેને ગાળો બોલી હતી અને આરોપીઓએ તેના બાળકોની સાઇકલ લીધેલ હોય જે બાબતે આરોપીઓ ફરિયાદીના ઘર પાસે વારા ફરતી જઈ ગાળો બોલી ફરિયાદી તથા સાહેદને ઢીકાપાટુનો માર માર્યો હતો અને લાકડી વડે માર મારીને મુંઢ ઈજાઓ કરી હતી તેમજ મોબાઇલ તોડી નાખ્યો હતો જેથી આ બનાવ સંદર્ભે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.












Latest News