લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના ચંદ્રગઢ ગામે ખેતરમાં ઈરાદપૂર્વક તોડી નાખેલા વીજપોલને રીપેર કરવા ગયેલા વીજ કંપનીના કર્મચારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી


SHARE





હળવદના ચંદ્રગઢ ગામે ખેતરમાં ઈરાદપૂર્વક તોડી નાખેલા વીજપોલને રીપેર કરવા ગયેલા વીજ કંપનીના કર્મચારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી

હળવદના ચંદ્રગઢ ગામની સીમમાં ખેતરની અંદર આવેલ વીજપોલને ઈરાદાપૂર્વક પાડી નાખ્યો હતો અને ત્યારબાદ પડી ગયેલા વીજ પોલને નાખવા માટે જઈ રહેલા સરકારી કર્મચારીઓને રોકીને વીજ પોલ નહીં નાખવા દઈને ટાંટિયા ભાંગી નાખવાની તથા ગોતા નહીં જડો તેમ કહીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ તેમજ ધમકી અને  સરકારી મિલકતને 83,913 રૂપિયાનું નુકસાન કરવા બાબતે હાલમાં વીજ કંપનીના કર્મચારીઓ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

હળવદમાં આવેલ રુદ્ર ટાઉનશીપમાં રહેતા હિરેનગીરી હરેશગીરી ગોસ્વામી (41)હસમુખ મૂળજીભાઈ જાદવ રહે. ચંદ્રગઢ તાલુકો હળવદ વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, આરોપીએ ઉધડ રાખેલ ખેતરમાં વચ્ચે આવેલા વીજ પોલને ઈરાદાપૂર્વક પાડી દીધો હતો અને પડી ગયેલા વીજપોલને નાખવા માટે જઈ રહેલા સરકારી કર્મચારીઓને વીજપોલ નહીં નાખવા દઈને તેઓને ટાંટિયા ભાંગી નાખવાની અને ગોતા નહીં જડો તેવી મારી નાખવાની ધમકી આપી હતી આમ સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને સરકારી મિલકતને 83,913 રૂપિયાનું નુકસાન કર્યું હતું જેથી સરકારી કર્મચારી દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે હળવદ પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News