લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઇલ્સનો ધંધાર્થી યુવાન 1 લાખ રૂપિયા વ્યાજે રૂપિયા લઈને વ્યાજખોરના ચૂંગાલમાં ફસાયો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં ટાઇલ્સનો ધંધાર્થી યુવાન 1 લાખ રૂપિયા વ્યાજે રૂપિયા લઈને વ્યાજખોરના ચૂંગાલમાં ફસાયો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં રહેતા અને સિરામિક ટાઇલ્સનો ધંધો કરતા યુવાનને રૂપિયાની જરૂર હોવાથી તેને 8 ટકાના વ્યાજ લેખે 1 લાખ રૂપિયા લીધેલા હતા જેની સામે કુલ મળીને 4,88,000 ચૂકવી દીધા છે તેમ છતાં પણ તેની પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે અને તેના દીકરાને ફોન ઉપર ગાળો આપે છે તેમજ યુવાનને ફોન કરીને વ્યાજ સહિતની રકમ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ શિવ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 303 માં રહેતા અને સિરામિક ટાઇલ્સનો ધંધો કરતા ભરતભાઈ પ્રભુભાઈ ઘોડાસરા (48)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશભાઈ મેપાભાઇ પીઠમલ રહે. દલવાડી સર્કલ પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓને વર્ષ 2022માં ધંધા માટે રૂપિયાની જરૂર હોય 1 લાખ રૂપિયા 8 ટકાના વ્યાજ લેખે લીધેલા હતા અને તેની સામે ફરિયાદી પાસેથી 3 લાખ રૂપિયાનું નોટરી લખાણ અને આઇડીબીઆઇ બેન્કના ત્રણ ચેક આરોપીએ વધુ પૈસા પડાવવા માટે બળજબરીપૂર્વક લઈ લીધેલ હતા અને ફરિયાદીએ વ્યાજ અને પેનલ્ટી સહિત કુલ 4,88,000 ચૂકવી દીધા છે તેમ છતાં પણ તેની પાસેથી વધુ પૈસાની પઠાણી ઉઘરાણી કરીને ફરિયાદીના દીકરા ભવ્યને ફોન કરી ગાળો આપી વ્યાજ નહીં ભરે તો માર મારવાની ધમકી આપેલ હતી તેમજ ફરિયાદીને વ્યાજ સહિત મૂળ રકમ નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News