મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી


SHARE







મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી

તાજેતરમાં લેવામાં આવેલ National STEM Quiz 4.0 માં મોરબી ઓસેમ જીએસઇબીની વિદ્યાર્થીની અપેક્ષા કુલદિપભાઇ વર્માએ ભાગ લીધેલ હતી અને તેમાં ઉત્તમ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય સ્તરે શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

અપેક્ષા વર્માએ પ્રથમ રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે યોજાયેલ ઝોનલ સ્ટુડિયો રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી મેળવી હતી જે સાયન્સ સીટી-અમદાવાદ ખાતે યોજાયું હતું. અને ગ્રાન્ડ ફિનાલેમાં તેણે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ટોપ ૮ ફાઇનલિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. તેમના ઉત્તમ પ્રદર્શન બદલ તેમને ૨૫,૦૦૦ નું રોકડ ઇનામ આપવામાં આવ્યું છે. આ સિદ્ધિ તેમના કઠોર પરિશ્રમ, પ્રતિભા અને શાળાના માર્ગદર્શનનું પ્રતિબિંબ છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ટ્રસ્ટી સુમંતભાઇ, સૂર્યરાજભાઇ, સિદ્ધાર્થભાઇ તથા પ્રિન્સિપાલ સનાબેન કાજીએ તેને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબીના જિલ્લા સંયોજક દીપેન ભટ્ટએ પણ અભિનંદન પાઠવ્યા છે.






Latest News