મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ


SHARE







ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ

મોરબીમાં આવેલ શાકમાર્કેટ નજીક નિવૃત્ત પોલીસ કર્મચારીએ બાઈક વ્યવસ્થિત રાખવા માટે થઈને એક શખ્સને કહ્યું હતું જે બાબતનો ખાર રાખીને તેને કરીના ઘોદા મારી દેવા માટે થઈને ધમકી આપી હતી જેથી કરીયે નિવૃત પોલીસ કર્મચારીએ શું કામ ઘોદા મારવા છે એવું કહેવા જતા તેને ઝાપટ મારીને કોલર પકડીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સામે વાળાએ તેની પાસે રહેલ છરી મારવાનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને નિવૃત પોલીસ કર્મચારી દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી શહેરમાં આવેલ શ્રીમદ રાજ સોસાયટી શેરી નં -6 માં રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારી મયુરસિંહ મહોબતસિંહ જાડેજા (64) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નદીમ ઉર્ફે બુધિયો વડગામાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે મોરબીમાં જુની દાણાપીઠ પાસે આવેલ શાકમાર્કેટ નજીક અગાઉ ફરિયાદીએ આરોપીને મોટરસાયકલ વ્યવસ્થિત મૂકવા માટે તેને કહ્યું હતું જે બાબતનો ખાર રાખીને ફરિયાદી સામે આંગળી ચીંધીને આરોપીએ ગાળો આપી હતી અને છરીના ઘોદા મારવાની વાત કરતા ફરિયાદીએ આરોપીને શું કામ ઘોદા મારવાના છો તેમ કહેતા આરોપીએ ઉસકેરાય ગયો હતો અને ફરિયાદીને ઝાપટો મારી હતી શર્ટનો કોલર પકડી લીધો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ છરી કાઢીને ફરિયાદીને મારવાનો પ્રયાસ કર્યો હતો જેથી નિવૃત પોલીસ કર્મચારીએ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News