મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન


SHARE







મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન

મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા વિશ્વ રત્ન મહામાનવ ડો. બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો અને સભ્યોની બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

દર વર્ષે મોરબીમાં મુખ્ય રેલી રેલ્વે સ્ટેશન રોડ સમાજવાડીથી શરૂ થતી હતી, પરંતુ હાલ રોડના કામને કારણે આ વખતે રેલીનો રૂટ બદલવામાં આવ્યો છે. અને તા. 14/04/2026ના રોજ સવારે 9:00 વાગ્યે વીસી ફાટક, વી.સી. હાઈસ્કૂલથી રેલીનું પ્રસ્થાન કરશે. ત્યારબાદ ગેસ્ટ હાઉસ રોડ, ત્રિકોણબાગ, નગર દરવાજા ચોક માર્ગે પસાર થઈને ડો. બાબા સાહેબ આંબેડકરજીના સ્ટેચ્યુ ખાતે સમાપ્ત થશે. અને શોભાયાત્રા શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે યોજાતેમજ પર્યાવરણનું સંરક્ષણ થાય તે માટે સમાજ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં રેલી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, કોઈપણ પ્રકારના કલર ઉડાડવા નહીં, આ ઉપરાંત, રેલી દરમિયાન બાઇક (બુલેટ)ના સાઈલેન્સરથી મોટા અવાજો ન કરવા તેમજ કોઈપણ પ્રકારના હથિયારો લાવવાની મનાઈ કરવામાં આવી છે. આ ભવ્ય શોભાયાત્રામાં અનુસૂચિત જાતિ/ જનજાતિ સમાજ સાથે સાથે અન્ય સમાજના લોકો, વેપારી મંડળને પણ બહોળી સંખ્યામાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News