પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો


SHARE































મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા યુવાને જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી અને ધારિયા વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ મસ્જિદ સામેના ભાગમાં રહેતા સિકંદરભાઈ કાદરભાઈ મોવર (24)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાહરુખ પરમાર તથા ઈરફાન નાનુભાઈ ઘાંચી રહે. બંને મિલન પાર્ક શેરી નં-3 મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેને આરોપી શાહરુખ સાથે જૂની અદાવતનું મનદુઃખ હતું અને તે બાબતનો ખાસ રાખીને શાહરુખે છરી વડે હુમલો કરીને ફરિયાદીને બંને હાથમાં તથા પગના ભાગે ઇજાઓ કરી હતી તેમજ ઈરફાને ઊંધો ધારિયાનો ઘા ફરિયાદીને પીઠના ભાગે માર્યો હતો જેથી તેને ઈજા થઈ હતી અને તે નીચે પડી જતા બંને આરોપીઓએ ભેગા મળીને ગાળો આપીને ફરિયાદીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો

મોરબીમાં ભડીયાદ કાંટા પાસે રહેતા અનિલભાઈ ભાંખોડિયા (30) નામના યુવાનને ઘરે સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના રાપર થી હળવદ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પેપરમીલ ખાતે રહેતો અને મજૂરી કામ કરતો જગદીશ પ્રસાદ (28) નામના યુવાને પોતાના લેબર કવાર્ટરમાં કોઈ કારણોસર ગોદરેજની ડાય પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા આફતાબ રફીકભાઈ સમા (23) નામના યુવાનને ઉમિયાનગર માળિયા વનાળીયા સોસાયટી પાસે ધારિયા વડે મારામારીના બનાવમાં માથાના ભાગે ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.












Latest News