મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ અને વંચિત બાળકોને નિઃશુલ્ક RTE ફોર્મ ભરી આપવામાં આવશે


SHARE







મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ અને વંચિત બાળકોને નિઃશુલ્ક RTE ફોર્મ ભરી આપવામાં આવશે

વર્ષ 2026-27 માટે ગુજરાત સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અધિનિયમ હેઠળ ધોરણ-1 માં ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ છે. આ પ્રક્રિયામાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓના ફોર્મ યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વિનામૂલ્યે ભરી આપવામાં આવશે.

આર.ટી.ઈ. યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવવાની ઉત્તમ તક મળે છે. આ સાથે જ યુનિફોર્મ, પુસ્તકો અને સ્કૂલબેગ જેવા ખર્ચનો ભાર હળવો કરવા માટે સરકાર દ્વારા સહાયરૂપ રકમ સીધી બાળકના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ લાભ મેળવવા ઈચ્છતા વાલીઓએ ફોર્મ ભરવા માટે જરૂરી અસલ દસ્તાવેજો સાથે લઈને આવવું ફરજિયાત છે. જેમાં વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો, જન્મનો દાખલો, વિદ્યાર્થી અને વાલીનું આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, લાઈટબીલ અથવા રેશન કાર્ડ), વાલીનું જાતિ પ્રમાણપત્ર, મામલતદાર દ્વારા કઢાવેલો આવકનો દાખલો (રૂ.6 લાખ સુધીની મર્યાદામાં), પાન કાર્ડ, આવક અંગેનું એકરારનામું, ચૂંટણી કાર્ડ અને બેંક ખાતાની પાસબુક (બાળક અથવા વાલીની) નો સમાવેશ થાય છે. વિશેષ કેટેગરીમાં આવતા લોકોએ સરકારની અગ્રીમતા મુજબ વધારાના દસ્તાવેજો લાવવાના રહેશે.

વાલીઓ માટે ફોર્મ ભરવાની કામગીરી 04 એપ્રિલ 2026 થી 17 એપ્રિલ 2026 સુધી ચાલશે. ફોર્મ ભરાવવા માટે વાલીઓએ ડી.આર. સિક્યોરિટી, લવકુશ કોમ્પલેક્ષ, બેલ પિયાટોઝની બાજુમાં, રવાપર રોડ, મોરબી ખાતે રાત્રે 8:30 થી 10:30 કલાક દરમિયાન સંપર્ક કરવાનો રહેશે. રૂબરૂ આવતા પહેલા દિલીપ દલસાણીયાનો તેમના મોબાઈલ નંબર 8000827577 પર કોલ કરીને સમય મેળવી લેવો ફરજિયાત છે. આ નિઃશુલ્ક સેવા અંગે યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્થાપક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે અને કોઈપણ પરિસ્થિતિ તેને અટકાવી શકતી નથી. આર.ટી.ઈ. માત્ર સરકારની યોજના નથી, પરંતુ સમાજને આગળ વધારવાનો એક મજબૂત આધાર છે. આવો, દરેક જરૂરિયાતમંદ બાળકને શિક્ષણનો અધિકાર અપાવીએ. યંગ ઇન્ડિયા ગ્રૂપની આ સેવાકીય પહેલ શિક્ષણ ક્ષેત્રે સમાનતા સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.






Latest News