મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન કચ્છના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્નેહમિલન-ડાયરાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત


SHARE































હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત

હળવદના ચરાડવા ગામ પાસે આવેલી નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું છે જ્યારે મોરબી તાલુકાના ઘૂટુ ગામ પાસે આવેલ કુવામાં પાણીમાં ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નિપજ્યું છે આ બંને બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિઓને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે

હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવાન ડૂબી ગયો હોવાની જાણ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઈ હતી અને કેનાલના પાણીમાં ડૂબી ગયેલ યુવાને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી. અને કેનાલના પાણીમાંથી મૂળ બિહારના રહેવાસી સેરાજ મહમદ (25) નામના યુવાનના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે ત્યારબાદ મોરબીના ઘૂટું ગામે તળાવ પાસે આવેલ કુવામાં વૃદ્ધ પડી ગયા છે તેવો કોલ ફાયરની ટિમને આવ્યો હતો જેથી ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને કુવાના પાણીમાં પડી ગયેલ ભવાનભાઇ માલાભાઈ રાઠોડ (65) નામના વૃદ્ધના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવેલ છે અને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પણ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી આ કામગીરી મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગના જયેશભાઈ ડાકી અને તેની ટીમ દ્વારા કરવામાં આવી હતી












Latest News