મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

વાંકાનેરના ભેરડા ગામે ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1.70 કરોડનો મુદામાલ કબ્જે


SHARE





વાંકાનેરના ભેરડા ગામે ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1.70 કરોડનો મુદામાલ કબ્જે

વાંકાનેરના ભેરડા ગામની સીમમાં સ્થાનિક પોલીસ દ્વારા ખનીજ માફિયા ઉપર સ્થાનિક પોલીસે ધોંસ બોલાવી છે અને ભેરડા ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરવામાં આવી રહી હતી ત્યાં સ્થળ ઉપરથી 4 ડમ્પર અને એક અસ્કેવોર મશીન આમ કુલ મળીને 1.70 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વાંકાનેર તાલુકો જાણે કે ખનીજ ચોરો માટે સ્વર્ગ સમાન હોય તે રીતે જુદા જુદા વિસ્તારોમાંથી રાત દિવસ ખનીજની ચોરી કરવામાં આવતી હોય છે તેવામાં થોડા સમય પહેલા વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા રેડ કરીને 4.10 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ત્યારબાદ રાજકોટના રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચના મુજબ મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલ તથા ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસની ટિમ દ્વારા ખનીજ ચોરો ઉપર ધોંસ બોલાવવામાં આવી રહી છે અને વાંકાનેર તાલુકા પોલીસની ટીમને પેટ્રોલિંગમાં હતી ત્યારે ભેરડા ગામની સીમમાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર રોયલ્ટી કે પાસ પરમિટ વગર ગેરકાયદેસર ખનીજ ચોર કરતાં વાહનો મળી આવતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી હતી અને ત્યારે ખાણ ખનીજ વિભાગની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી અને આ રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ડમ્પર નંબર જીજે 36 વી 9695, ડમ્પર નંબર જીજે 13 એડબલ્યુ 8146, ડમ્પર નંબર જીજે 3 સિયું 0100, ડમ્પર નંબર જીજે 36 એક્સ 6009 તથા અસ્કેવોર મશીન આમ કુલ મળીને 1.70 કરોડ રૂપિયાની કિંમતના મુદ્દામાલને સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે




Latest News