આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત


SHARE













ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ હીરાપર ગામની સીમમાંથી ટ્રક ચાલક પોતાનું ટ્રક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક ચાલકે તેનું બાઈક ધડાકાભેર ટ્રકની કેબીનની ડાબી સાઈડમાં બમ્પર બાજુ અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક ચાલકને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં ટ્રક ચાલકની ફરિયાદ લઈને પોલીસ મૃતકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મહારાષ્ટ્રના રહેવાસી મુસ્તાક ઉર્ફે મુકદ્દર મુસાભાઇ પટેલ (48)એ બાઈક નંબર જીજે 36 ડી 2308 ના ચાલક મૃતક હિતેશભાઈ હીરાભાઈ પરમાર રહે. નેસડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ હીરાપર ગામની સીમમાં ઉમા સિમેન્ટ પ્રોડક્ટ કારખાના પાસેથી તેઓ પોતાનો ટ્રક નંબર એમએચ 18 એપી 7891 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળું બાઈક બેફિકરાયથી ચલાવ્યું હતું અને ટ્રકની કેબીનની ડાબી સાઈડમાં બમ્પરની બાજુએ બાઈક અથડાવતા એક્સિડન્ટ થયું હતું જે બનાવમાં બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં પોલીસે ટ્રક ચાલકની ફરિયાદ લઈને મૃતક સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

 






Latest News