મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ


SHARE





મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ

મોરબી મહાનગરપાલિકાના છેવાડાના વિસ્તારોમાં આગ કે ઇમરજન્સી સમયે ત્વરિત કામગીરી માટે મોરબી મહાપાલિકા દ્વારા નવા પાંચ સ્થળોએથી ફાયરના વાહનોમાં પાણી ભરી શકાય તે માટે વોટર પોઈન્ટ્સની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા છેલ્લા અઠવાડિયામાં 3 સરકારી કચેરીના 34 કર્મચારી અને 1 હોસ્પિટલમાં 25 કર્મચારીને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી અને વધુ પ્રિવેન્શનના ભાગ રૂપે સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ઉપરાંત મોરબી શહેરના વિસ્તરણને ધ્યાને રાખીને છેવાડાના વિસ્તારોમાં કયારેય પણ આગ જેવી આકસ્મિક દુર્ઘટના કે કટોકટીનો સમય આવે ત્યારે બચાવ કામગીરી ઝડપી બને તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. અને ફાયર ફાઈટરોને પાણી ભરવા માટે લાંબો સમય ન બગકે અને સમયસર આગ પર કાબૂ મેળવી શકાય તે હેતુથી શહેરના જુદા જુદા છેવાડાના વિસ્તારોમાં વૈકલ્પિક પાણી ભરવા માટેના સ્ટેન્ડબાય સ્ત્રોત કાર્યરત કરવામાં આવ્યા છે. જે નવા વોટર પોઈન્ટ્સમાં શોભેશ્વર રોડ પાણીનો સંપ, ઘુનડા રોડ પાણીનો સંપ, લીલાપર પાણીનો સંપ, સુરજબાગ પાણીનો સંપ અને  પીપળી રોડ પાણીનો સંપનો સમાવેશ થાય છે. 




Latest News