મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ


SHARE





ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ

ટંકારાના મોટા રામપર ગામે આવેલ નારીચાણીયા હનુમાનજી મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હનુમાન જન્મોત્સવની ધાર્મિક ભાવના અને ઉત્સાહ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે ગામજનો અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હનુમાન જયંતિના દિવસે મંદિરમાં વહેલી સવારથી જ પૂજા-અર્ચના, હનુમાન ચાલીસા પાઠ અને વિશેષ આરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતા અને ભક્તોએ તેનો લાભ લીધો હતો. અને મંદિર પરિસરમાં કરવામાં આવેલ સજાવટ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. આ ઉજવણી દરમ્યાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે ગામના આગેવાનો અને સેવાભાવી યુવાનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ સહકાર આપવામાં આવ્યો હતો. તેમ જગ્યાના મહંત ભરતદાસબાપુ કુબાવતએ જણાવ્યુ છે.




Latest News