મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા મોરબીમાં ૧૫૦ પેટી દારૂના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો હળવદના કોયબા ગામ પાસે રબ્બરની ફેક્ટરીમાં લાગેલી આગ કાબુમાં: કુલિંગ માટે હજુ પણ પાણીનો મારો ચાલુ હળવદના ખેતરડી ગામે દારૂની રેડ: 2700 લીટર આથો-50 લિટર દેશી દારૂ કબ્જે, આરોપીની શોધખોળ મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં ટંકારાના મિતાણા પાસે અન્ય વાહન વાળા સાથે ઝઘડો કરનારને ઠપકો આપનારા યુવાનને ફોર્ચ્યુનારના ચાલકે મોઢામાં ઢીકા મારીને કારમાં નુકશાન કર્યું મોરબીના રવાપરમાં આવેલ આધ્યા હાઈટ્સના ફલેટમાં જુગાર રમતા 8 શખ્સ 7.20 લાખની રોકડ સાથે ઝડપાયા વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં સેન્ટીંગનું કામ કરતા સમયે ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: ટંકારામાં આધેડે ઘરની અંદર કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે


SHARE











મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે

મોરબી જિલ્લામાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની કુલ મળીને 255 બેઠક ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની છે અને તેના માટે છેલ્લા બે દિવસથી ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે તેવામાં આજ સુધીમાં કુલ મળીને 179 બેઠક માટેની સેન્સ લેવામાં આવી છે જેમાં અલગ અલગ બેઠકો ઉપર ચૂંટણી લડવા માટે દાવેદારો દ્વારા પોતાની દાવેદારી નિરીક્ષકો સમક્ષ કરવામાં આવી છે અને કુલ મળીને 2 દિવસમાં 580 જેટલા ભાજપના આગેવાનો દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે થઈને ટિકિટની દાવેદારી કરાઈ છે જોકે શુક્રવારે માળિયા મીયાણા નગરપાલિકા અને મોરબી મહાનગરપાલિકાની 76 બેઠકો માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આગામી ગણતરીના દિવસોમાં ઉમેદવારોને તેના ચૂંટણી ફોર્મ ભરવાના છે જોકે ત્યારે પહેલા દરેક પાર્ટી તેનો ઉમેદવાર વિજેતા બને તે પ્રકારે પાણીદાર ઘોડાને પસંદ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરતી હોય છે તેવી જ રીતે મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપનો વિજય થાય તેવા પાણીદાર ઘોડાને પસંદ કરવા માટેની પ્રક્રિયા એટલે કે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મોરબી કમલમ ખાતે બુધ અને ગુરુવારે માળિયા, વાંકાનેર, ટંકારા, હળવદ તથા મોરબી આ પાંચ તાલુકામાં જિલ્લા પંચાયતની તેમજ તાલુકા પંચાયતની બેઠકો માટે અને વાંકાનેર તેમજ ટંકારા નગરપાલિકાની બેઠકો માટે સેન્સ લેવામાં આવી હતી આમ કુલ મળીને 179 બેઠક માટે ભાજપ પ્રદેશમાંથી મુકવામાં આવેલા નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાના 580 જેટલા આગેવાનો દ્વારા ટિકિટ માટે દાવેદારી કરવામાં આવી છે

હાલમાં મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતેથી મળતી વિગત પ્રમાણે માળિયા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 47, માળીયા તાલુકાની જિલ્લા પંચાયતની 3 બેઠક માટે 31, વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 83, વાંકાનેર તાલુકાની જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે 44, વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે 98, ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 40, ટંકારા તાલુકાની જિલ્લા પંચાયતની 2 બેઠક માટે 11, ટંકારા નગરપાલિકાની 28 બેઠકો માટે 35, મોરબી તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 55, મોરબી તાલુકાની જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે 28, હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 71 અને હળવદ તાલુકાની જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે 37 આગેવાનો દ્વારા પોતાની દાવેદારી નોંધાવવામાં આવી છે અને કાલે કમલમ ખાતે મોરબી મહાપાલિકાની 52 બેઠકો તથા માળીયા મીયાણા નગરપાલિકાની 24 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તેવું જાણવા મળ્યું છે.






Latest News