મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી !


SHARE







બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી !

મોરબી જિલ્લામાં આગામી સ્થાનિક ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને માળિયા નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટે સેન્સ લેવા માટે થઈને પ્રદેશમાંથી મુકવામાં આવેલા આગેવાનો આવ્યા હતા જોકે, માળિયા શહેરી વિસ્તારમાંથી ભાજપની ટિકિટ માટે સેન્સ આપવા કોઈપણ આગેવાનો ડોકાય ન હતા જેથી અનેક પ્રશ્નો ઊભા થયા છે.

માળીયા મીયાણા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે થઈને જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાવામાં આવી હતી અને પ્રદેશમાંથી મુકવામાં આવેલા નિરીક્ષકો ત્યાં માળિયા પાલિકા વિસ્તારમાંથી આગેવાનો ટિકિટની દાવેદારી કરવા માટે આવે તેની રાહ જોઈને બેઠા હતા પરંતુ આશ્ચર્યની વાતએ છે કે, માળિયા મીયાણા નગરપાલિકાની 24 બેઠકો માટે માળિયા શહેરી વિસ્તારમાંથી એક પણ આગેવાનો દ્વારા ટિકિટ માટેની ભાજપમાંથી દાવેદારી કરવામાં આવી નથી અને આ બાબતે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સાથે વાત કરતા તેમને પણ જણાવ્યું હતું કે માળીયા (મી) તાલુકા પંચાયત તથા માળિયા તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો માટે થઈને આગેવાનો દ્વારા સેન્સ પ્રક્રિયામાં ભાગ લઈને પોતાની ટિકિટ માટે થઈને દાવેદારી નોંધાવી છે જોકે, માળીયા નગરપાલિકાની 24 બેઠકો માટેની ચૂંટણી જાહેર કરવામાં આવી છે પરંતુ આ 24 બેઠકમાંથી એક પણ બેઠક ઉપર માળિયા શહેરી વિસ્તારમાંથી કોઈપણ આગેવાન ટિકિટ માટે દાવેદારી કરવા માટે આવ્યા નથી અને ત્યાં સંકલનની કાર્યવાહી ચાલી રહી છે અને આગામી સમયમાં ભાજપ માટે માળિયા ખાતેથી પણ સારા સમાચાર મળે તેવા સંકેતો આવી રહ્યા છે.






Latest News