મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો


SHARE































મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો

મોરબીના વાવડી રોડ પર આવેલ મિલન પાર્ક પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ખભા, ડાબા હાથના અંગૂઠા તથા સાથળના ભાગે છરી મારીને ઇજા કરી હતી તેમજ ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો આટલું જ નહીં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં પાંચ શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મિલન પાર્ક સોસાયટીમાં રહેતા શાહરૂખ આરીફભાઇ પરમાર (33)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સિકંદર ઉર્ફે સીકલો, સમીર રાઉમા, જુનેદ ઉર્ફે લાલો, જુબેર ઉર્ફે બબુડો, અકરમ રહે. પાંચેય પંચાસર રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીને અગાઉ જુનેદ અને જુબેર સાથે મનદુખ થયું હતું જે જૂની અદાવતનું મનદુઃખ રાખીને સિકંદર અને સમીર દ્વારા ફરિયાદી સાથે બોલાચાલી કરીને ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ફરિયાદીને ડાબા હાથના ખભા, ડાબા હાથના અંગૂઠા અને જમણા પગના સાથળના ભાગે છરી મારીને ઇજા કરી હતી તેમજ જુબેરે ફરિયાદીને ગાળો આપી હતી જ્યારે અકરમે લાકડાના ધોકા વડે ફરિયાદીને જમણા પગ અને સાથળના ભાગે ફેકચર જેવી ઇજા કરી હતી. તો જૂનેદે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના થાન તરણેતર રોડ ઉપર આવેલ પાવન સિરામિક સોનગઢ પાસેથી કરસનભાઈ હિમુભાઈ ચૌહાણ (46) નામનો યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેના બાઇકની આડે આખલો આવી જવાના કારણે બાઇક આખલા સાથે અથડાયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં યુવાનને ઇજાઑ થઈ હતી જેથી તેણે સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.












Latest News