વાંકાનેરના માટેલ રોડ ઉપર બાઈકમાંથી નીચે પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: હળવદમાં અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે


SHARE





માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે

માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસે સ્થાનિક પોલીસ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી સેન્ટ્રો ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાં પાછળની સીટની નીચેના ભાગમાં બનાવવામાં આવેલ ચોર ખાનામાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 96 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 1,16,400 ની કિંમતનો દારૂ તથા કાર મળીને 2,16,400 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ ચેકપોસ્ટ નજીક વાહનોનું સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી સેન્ટ્રો ગાડી નંબર જીજે 1 એચ એમ 0110 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે કારની અંદર પાછળની સીટની નીચે બનાવેલ ચોર ખાનામાં દારૂની બોટલો રાખીને તેની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું અને કચ્છ બાજુથી આ દારૂનો જથ્થો કારમાં ભરીને મોરબી તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી પોલીસ દ્વારા કારમાંથી દારૂની 96 બોટલો જેની કિંમત 1,16,400 તથા કાર આમ કુલ મળીને 2,16,400 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી ઘનશ્યામભાઈ ડાયાભાઈ પરમાર રહે. કીડીયાનગર તાલુકો રાપર જિલ્લો કચ્છ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે હાલમાં પકડાયેલા આરોપી સામે અગાઉ માળિયા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દારૂનો એક-એક ગુના નોંધાયેલા છે જોકે હાલમાં જે દારૂનો જથ્થો કારમાંથી પકડવામાં આવ્યો છે તે મોરબી તરફ કોને આપવા માટે જતા હતા અને દારૂનો જથ્થો ગાડીમાં ક્યાંથી ભર્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે




Latest News