આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમા થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ.રમણીકભાઈ જગજીવનભાઈ પોપટ તથા પોપટ પરિવારના સહયોગથી યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૮ દર્દીઓએ લાભ લીધો


SHARE













મોરબીમાં સ્વ.રમણીકભાઈ જગજીવનભાઈ પોપટ તથા પોપટ પરિવારના સહયોગથી યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૮ દર્દીઓએ લાભ લીધો

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૪-૨૬ શનીવારના  રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૨૫૮ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૩૧ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. શ્રી  રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી  હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.

આ માસનો કેમ્પ સ્વ.રમણીકભાઈ જગજીવનભાઈ પોપટ તથા પોપટ પરિવારના સહયોગથી યોજાયો હતો.આ તકે ગં.સ્વ.સુનિતાબેન રમણીકભાઈ પોપટ, નીતીનભાઈ પોપટ, દીપકભાઈ પોપટ-રીધ્ધી ફટાકડા (ચેરમેન-મોરબી નાગરિક બેંક), મેઘનાબેન દીપકભાઈ પોપટ, ધીરૂભાઈ હીરાણી (વૈભવ ફટાકડા), હસુભાઈ હીરાણી (નોવેલ્ટી ફટાકડા), કીશોરભાઈ હીરાણી, પ્રફુલ્લભાઈ પોપટ (મંત્રી), નરેન્દ્રભાઈ પોપટ, શૈલેષભાઈ પોપટ, ભરતભાઈ પોપટ, યોગેશભાઈ કોટક, રવીભાઈ કોટેચા, રીશીભાઈ હીરાણી, પ્રકાશભાઈ મીરાણી, પેરિનબેન પોપટ સહીતનાં પોપટ પરિવાર તથા હીરાણી પરિવારના મોભીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ ધામ ખાતે ગત ૫૪ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૧૫૨૩૬ લોકોએ  લાભ લીધેલ છે તેમજ કુલ ૬૯૭૨ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૨૫૮ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૩૧ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા.

આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની, જયંતભાઈ રાઘુરા,સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર,સી.ડી.રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ,સંજય હીરાણી, કૌશલભાઈ જાની, મુકુંદભાઈ મીરાણી, નરેન્દ્રભાઈ પાઉ, કિશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દિનેશભાઈ સોલંકી, નરશીભાઈ રાઠોડે સેવા આપી હતી.






Latest News