મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી: પત્ની સાથે ઝઘડો થયા બાદ દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબી: પત્ની સાથે ઝઘડો થયા બાદ દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામે પત્ની સાથે રહીને મજૂરી કામ કરતો યુવાન થોડા દિવસો પહેલા દવા પી ગયો હતો.જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજા પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના ભાંભોર વિસ્તારનો રહેવાસી રાજેશભાઈ દિવાનભાઈ બાંભણિયા નામનો ૨૩ વર્ષનો યુવાન હાલ મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામે રહીને મજૂરી કામ કરતો હતો.થોડા દિવસો પહેલા તે ઝેરી દવા પી ગયો હોય તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અત્રે સારવાર દરમિયાન રાજેશ બાંભણીયા નામના યુવાનનું મોત નિપજેલ છે.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક યુવાનને નશાની કુટેવ હતી અને દારૂ પીવા માટે તેણે પોતાના પત્ની પાસે પૈસા માગ્યા હતા.જે પૈસા તેના પત્નીએ ન આપતા લાગી આવ્યું હોય મૃતક રાજેશે દવા પી લીધી હતી.જેનું સારવાર દરમિયાન મોત થયેલ છે.

ઈલેક્ટ્રીક શોટ

મોરબીના માળિયા મીંયાણા ખાતે રહેતા હુસેનભાઇ ઈકબાલભાઈ ભટ્ટી નામના ૩૧ વર્ષના યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો.જેથી તેને માળિયા હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના વીસીપરા રોહીદાસપરામાં ખાડા વિસ્તારમાં રહેતા રાહુલભાઈ દિનેશભાઈ કોળી નામના ૧૮ વર્ષના યુવાનને પાડોશી સાથે ઝઘડો થયો હતો અને ઝઘડામાં સામેવાળાએ રાહુલને છરીનો ઘા મારેલ હોય રાહુલને સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના શનાળા-કંડલા બાયપાસ નેક્સસ સિનેમા તરફ જતા રસ્તે પરશુરામ બ્રિજ નિચે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં જયશ્રીબેન અશોકભાઈ ચાડમિયા (૩૦) અને કાંતિભાઈ કરશનભાઈ ચારોડીયા (૩૦) રહે.બંને નેક્સસ સિનેમા સામે કંડલા બાયપાસ મોરબીને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના નવલખી રોડ યમુનાનગર વિસ્તારમાં શેરી નંબર-૫ માં રહેતા મયુરસિંહ ભરતસિંહ જાડેજા નામના ૨૭ વર્ષના યુવાનને ઘર નજીક ઝઘડો થતા ચારેક લોકો દ્વારા ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.જેથી મયુરસિંહ જાડેજાને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.






Latest News