મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો


SHARE







મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ/ ધાડ તથા લુંટની કોશિશના અલગ અલગ બે ગુન્હામાં છેલ્લા 30 વર્ષથી નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લા ખાતે હોવાની હક્કીત મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં જઈને આરોપીને પકડીને આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

મોરબી એલ.સી.બી  ના પીઆઇની સૂચના મુજબ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટિમ કામ કરી રહી છે અને મોરબી જિલ્લાના જુદાજુદા ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની કામગીરી ચાલી રહી છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને સંયુક્તમા ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટ/ધાડ તથા લુંટની કોશિશના અલગ અલગ બે ગુન્હામાં છેલ્લા 30 વર્ષથી નાસતો ફરતો આરોપી વિનોદ ઉર્ફે તાલુ ઉર્ફે વાલુ માનસીંગભાઇ બીલવાલ રહે.મંડલી બડી તાલુકો જાંબુઆ મધ્યપ્રદેશ વાળો તેના ઘરે છે. જેથી કરીને સ્ટાફ ત્યાં ગયો હતો અને આરોપી વિનોદ ઉર્ફે તાલુ ઉર્ફે વાલુ માનસીંગભાઇ બીલવાલ (49) ને હસ્તગત કરેલ છે અને આરોપીને આગળની કાર્યવાહી કરવા માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.






Latest News