મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન
Breaking news
Morbi Today

ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા


SHARE











ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા

મોરબીની આસપાસના વિસ્તારમાં પેપરમીલના ઘણા કારખાના આવેલા છે અને આ કારખાનામાં લોકલ તેમજ ઇમ્પોર્ટ કરેલ વેસ્ટ પેપરનો ઉપયોગ કરીને માલનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે જોકે પેપરમીલ ઉદ્યોગમાં વપરાતા ઇમ્પોર્ટ વેસ્ટ પેપરના 100 કે 200 નહીં પરંતુ 800 જેટલા કન્ટેનરો હાલમાં યુદ્ધના કારણે દુનિયાના જુદા જુદા પોર્ટ ઉપર ફસાયેલા પડ્યા છે જેથી કરીને મોરબીના ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે

ઈરાન અને ઇઝરાઈલ વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે જેથી દેશ અને દુનિયાના અનેક ઉદ્યોગોને તેની નાના-મોટી અસર થઈ રહી છે ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો સીરામીકના લગભગ 600 જેટલા કારખાના છેલ્લા એકાદ મહિનાથી સદંતર બંધ થઈ ગયા છે જો કે, મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ શૈલેષભાઈ પટેલ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, પેપર મિલમાં માલનું ઉત્પાદન કરવા માટે થઈને લોકલ વેસ્ટ પેપર તથા ઇમ્પોર્ટ કરેલા વેસ્ટ પેપરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જોકે હાલમાં યુએસ અને જીસીસીના જુદા જુદા પોર્ટ ઉપર મોરબીના અંદાજે 800 જેટલા વેસ્ટ પેપરના કન્ટેનરો ફસાઈ ગયા છે જેથી મોરબીના પેપરમીલ ઉદ્યોગકારોની મુશ્કેલી વધી ગઈ છે કેમ કે, દરેક ઉદ્યોગોકારોને શ્રમિકોનો પગાર સહિતના દૈનિક ખર્ચામાં સતત દૈનિક વધારો થાય છે અને આજની તારીખે નફોની વાત તો દૂર રહી દરરોજ ઉદ્યોગકારો નુકસાની કરી રહ્યા છે.

જયારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી મોરબીના પેપરમીલ ઉદ્યોગમાં વપરાતા કોલસાના ભાવમાં વધારો થઈ ગયો છે તેમજ વેસ્ટ પેપર લઈને આવતા કન્ટેનરના ભાડામાં પણ શિપિંગ લાઈન વાળાઓએ તોતિંગ વધારો કર્યો છે. અને અધૂરામાં પૂરું મોરબીના એક બે નહીં પરંતુ 600 જેટલા સિરામિકના કારખાના બંધ છે તેમજ પેકેજિંગના મોટાભાગના કારખાના બંધ છે જેથી પેપરમીલ ઉદ્યોગના તૈયાર માલની કોઈ ડિમાન્ડ નથી અને હાલમાં મોરબીની કુલ 75 પેપર મિલ પૈકીના 54 જેટલા કારખાના ચાલી રહ્યા છે જો કે તેમાં પણ દરેક કારખાને ની 100 % ક્ષમતાની સામે માત્ર 60 ટકા જેટલું જ ઉત્પાદન થાય છે અને કારખાનું સરેરાશ માહિનામાં 10 દિવસ ચાલે છે. તેવી માહિતી ધ્રુવ ક્રાફ્ટ પેપર મિલના ડાયરેક્ટર રાજુભાઈ પટેલએ જણાવ્યુ હતું.

હાલમાં મોરબીના પેપરમીલ ઉદ્યોગની માઠી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે એક બાજુ માલની કોઈ ડિમાન્ડ નથી અને બીજી બાજુ રો-મટીરીયલ ભરીને આવતા કન્ટેનરો દુનિયાના જુદા જુદા પોર્ટ ઉપર યુદ્ધની પરિસ્થિતિના કારણે ફસાઈ ગયા છે જેથી કારખાનામાં રો-મટીરીયલ ન હોવા છતાં પણ શ્રમિકોને છૂટા કરી શકાતા નથી જેથી શ્રમિકોના પગાર સહિતના દૈનિક ખર્ચાઓ વધી રહ્યા છે આટલું જ નહીં પરંતુ મોટાભાગના કારખાનેદારો દ્વારા પોતાના કારખાના ચલાવવા માટે થઈને બેંકોમાંથી લોન લીધેલી હોય છે અને આ લોનના હપ્તા ભરવા સહિતની ચિંતાઓ દિવસેને દિવસે વધી રહી છે અને યુદ્ધની પરિસ્થિતિ હજુ કેટલો સમય ચાલશે તેનો કોઈને અંદાજ નથી ત્યારે જો આવીને આવી સ્થિતિ લાંબો સમય રહી તો પેપરમીલના ઉદ્યોગકારો દેણામાં આવી જશે તેવું કહીએ તો તેમાં જરા પણ નથી શકતી નથી.






Latest News