મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ
મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
SHARE
મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
6 એપ્રિલ ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયાની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 1007 જેટલા આગેવાનો દ્વારા ટિકિટ માંગવામાં આવી છે તેટલા લોકો પણ હાજર રહ્યા ન હતા. જોકે કમલમ કાર્યાલયનો હોલ છલોછલ ભરાઈ ગયો હોવાથી સ્થાનિક આગેવાનોનો રંગ રહી ગયો હતો અને તેઓએ હાશકારો અનુભવ્યો હતો અને ખાસ કરીને આ તકે બાબુભાઈ જેબલિયાએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોઈપણ વ્યક્તિને ભાજપની ટિકિટ મળે તો માત્ર કમળને જીતાડવાનું છે એ જ લક્ષ્ય રાખીને ભાજપના કાર્યકર્તાએ કામે લાગી જવા માટેની ટકોર કરી હતી
એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને હવે મુરતિયાના નામ જાહેર કરવામાં માટેની તૈયારીઓ ચાલી રહી છે તેવામાં 6 એપ્રિલ ભાજપ સ્થાપના દિવસની સમગ્ર ગુજરાત અને દેશની અંદર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જીલ્લા કમલમ કાર્યાલય ખાતે ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લાના ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, ભાજપના સિનિયર આગેવાન પ્રદીપભાઇ વાળા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નિર્મલભાઇ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આ તકે સમગ્ર ભારત દેશની અંદર માત્ર બે સાંસદ થી લઈને આજે સાંસદમાં સંપૂર્ણ બહુમત વાળી ભાજપની સરકાર છેલ્લી ત્રણ ટર્મથી કાર્યરત છે ત્યારે આ સિદ્ધિ માટે ભાજપના પાયાના પથ્થર સમાન અનેક કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવેલા બલિદાનને યાદ કરીને ભાજપ પરિવાર વધુ મજબૂત બને તેના માટેનો ભાજપના મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા સંકલ્પ કરવામાં આવેલ હતો ત્યાર બાદ બાબુભાઈ જેબલિયાએ સભાખંડમાં હાજર રહેલા લોકોને સંબોધતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વખતે અનેક કાર્યકર્તાઓ દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવતી હોય છે અને સ્વાભાવિક છે કે દરેક કાર્યકર્તાઓને ટિકિટ ન મળે પરંતુ જેને ટિકિન ન મળે તે લોકોએ “જોઈ લેશું” એવું કહેવાના બદલે જેને ટિકિટ મળે તેની સાથે જોડાઈને કમળ જીતે તેના માટે કામે લાગી જવું જોઈએ તેવી ટકોર કરી હતી.
મોરબીમાં જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા અને એક મહાનગરપાલિકાની કુલ મળીને 255 જેટલી બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ રહી છે અને તેના માટે ભાજપ પાસેથી 1007 જેટલા આગેવાનો દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે પરંતુ ભાજપના સ્થાપના દિવસ નિમિતે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભાજપ પાસેથી ટિકિટની માંગણી કરનારા આગેવાનો જેટલી પણ સંખ્યા કમલમ કાર્યાલય ખાતે ન હતી જો કે, કમલમ કાર્યાલયનો હૉલ સ્થાપના દિવસના કાર્યક્રમમાં છલોછલ ભરાઈ ગયો હોવાથી ભાજપના સ્થાનિક આગેવાનોએ હાશકારો અનુભવ્યો હતો.