મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા


SHARE











મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તા. ૨૬/૪ ના રોજ યોજાનાર છે અને મતદાન અને તા. ૨૮/૦૪ થનાર મતગણતરી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તે ઉપરાંત મતદાન મથકો, મિકલતો અને પ્રચાર માટેના વાહનોને લઈને પણ જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા

કાયદો વ્યવસ્થા માટેના જાહેરનામા અનુસાર, મોરબી જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં હુકમની તારીખથી તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી સંબંધિત વિસ્તારના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની લેખિત પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહીં, કોઈ સભા ભરવી નહીં કે કોઈ પણ પ્રકારનું સરઘસ કાઢવું નહીં. વધુમાં, ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે યોજવામાં આવતી સભા કે સરઘસનો તમામ ખર્ચ સંબંધિત ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં ફરજિયાતપણે ઉમેરવાનો રહેશે. આ પ્રતિબંધાત્મક હુકમમાંથી ફરજ પરના સરકારી કર્મચારીઓ, પોલીસ જવાનો, લગ્નના વરઘોડા તેમજ સ્મશાન યાત્રાને મુક્તિ આપવામાં આવી છે.

ચૂંટણીમાં પ્રચારના વાહનોની પરમીટ લેવી ફરજિયાત
આગામી ચુંટણીમાં પ્રચાર દરમિયાન ઉમેદવાર, તેમના એજન્ટ કે સમર્થકો દ્વારા પ્રચારના કામે ઉપયોગમાં લેવાતા તમામ વાહનોને સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર્ડ કરાવવા ફરજિયાત છે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ મેળવેલી પરમીટ વાહનની વિન્ડ સ્ક્રીન પર અથવા નાના વાહનોમાં સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. અને આ વાહનોનો તમામ ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં દર્શાવવાનો રહેશે. ખાસ કરીને મિની બસ, સ્ટેશન વેગન, ટેક્સી, ખાનગી કાર, ટ્રક, ટ્રેક્ટર, ઓટોરિક્ષા અને સ્કૂટર સહિતના તમામ યાંત્રિક કે અન્ય રીતે ચાલતા વાહનો માટે પૂર્વ પરવાનગી લેવી અનિવાર્ય છે.

જાહેર-ખાનગી મિલકતો માટે જાહેરનામુ

ચુંટણીમાં પ્રચાર માટે ઉમેદવારો કે તેમના સમર્થકો દ્વારા પ્રચાર કાર્યમાં જાહેર અથવા ખાનગી મિલકતોને નુકસાન ન પહોંચે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અને કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે ઉમેદવારે સંબંધિત મિલકત માલિકની લેખિત પૂર્વ પરવાનગી મેળવ્યા વિના પ્રચારપત્રો ચોંટાડવા નહીં, દીવાલો પર સૂત્રો લખવા નહીં કે પક્ષના પ્રતીકો ચીતરીને મિલકતને બગાડવી નહીં.

મતદાન મથકો માટે જાહેરનામું પ્રસિદ્ધ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઈને લોકશાહીના પર્વમાં મતદારો કોઈપણ ડર, ભય કે પ્રલોભન વગર મતાધિકારનો ઉપયોગ કરી શકે અને મતદાન મથકોની આસપાસ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા પ્રતિબંધાત્મક હુકમો જારી કરવામાં આવ્યા છે. જેમાં મતદાનના દિવસે તા ૨૬ ના રોજ મતદાન મથકોના ૨૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ પ્રકારના ચૂંટણી સંબંધી બૂથ ઊભા કરી શકાશે નહીં. મતદાનની પવિત્રતા અને ગુપ્તતા જાળવવા માટે મતદાન મથક તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે અન્ય સંદેશાવ્યવહારના ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા કે વાપરવા પર ચુસ્ત પ્રતિબંધ રહેશે






Latest News