મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ


SHARE





મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. આ ચૂંટણીઓ નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજી શકાય તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી (IAS) દ્વારા સરકારી આરામગૃહો અને રહેણાંકના ઉપયોગ અંગે પ્રતિબંધાત્મક હુકમો જારી કરવામાં આવ્યા છે.

આ જાહેરનામા અનુસાર, જિલ્લામાં આવેલા તમામ સરકારી, અર્ધસરકારી કે પંચાયતના વિશ્રામગૃહો, અતિથિગૃહો, ડાક બંગલાઓ અને સરકારી રહેણાંકના મકાનો તેમજ તેની સાથે જોડાયેલા આંગણ કે કમ્પાઉન્ડનો કોઈપણ રાજકીય પક્ષના હોદ્દેદારો, ઉમેદવારો કે તેમના એજન્ટો દ્વારા રાજકીય હેતુસર કે ચૂંટણી પ્રચાર-પ્રસાર માટે ઉપયોગ કરવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. વધુમાં, આવા સ્થળોએ રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટિંગ યોજવા તેમજ કમ્પાઉન્ડમાં ચૂંટણીલક્ષી વાહનો પાર્ક કરવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ચૂંટણી પ્રચાર માટે આવતા મહાનુભાવોને મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહમાં રૂમ ફાળવી શકાશે નહીં. જોકે, 'Z' કક્ષાની કે તેથી વધુ સુરક્ષા ધરાવતા રાજકીય પદાધિકારીઓને રૂમ ફાળવી શકાશે, પરંતુ શરત એ રહેશે કે તે રૂમ અગાઉથી કોઈ ચૂંટણી નિરીક્ષક કે અધિકારી માટે ફાળવાયેલ ન હોય. આવા સુરક્ષા ધરાવતા મહાનુભાવો પણ રોકાણ દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરી શકશે નહીં. આ હુકમ તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી સમગ્ર મોરબી જિલ્લામાં અમલમાં રહેશે. 




Latest News