મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન


SHARE





મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન

મોરબીમાં ડો.પ્રશાંત મેરજાની સ્મૃતિમા ૧૮ મો સર્વરોગ નિદાન ફ્રી મેડીકલ કેમ્પ તા. ૧૨/૦૪/૨૦૨૬ ને રવિવારે સમય: ૮:૩૦ થી ૧૨:૦૦ વચ્ચે મોરબીના વાવડી ગામ પાસે આવેલ વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે યોજાશે. અને આ કેમ્પમાં દર્દીઓને આવવા જવા માટે કબીર આશ્રમ તથા ભૂમિ ટાવર પાસે બસની વ્યવસ્થા પણ રાખવામા આવી છે.

મોરબી માળીયા (મીં) ના માજી ધારાસભ્ય અને રાજ્યના માજી મંત્રી બ્રિજેશ મેરજાના જયેષ્ઠ પુત્ર ડૉ.પ્રશાંત મેરજાનું ૨૩ વર્ષની ભર યુવાનીમાં કાર અકસ્માતમાં નિધન થતાં તેમની સ્મૃતિમાં મેરજા પરિવાર દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓ માટે નિદાન, સારવાર અને મફત દવા આપવાના માનવતાલક્ષી કેમ્પો પ્રસંગોપાત છેલ્લા ૧૮ વર્ષથી યોજવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે દિપ પ્રાગટય કબીર આશ્રમના મહંત શિવરામદાસબાપુના હસ્તે કરવામાં આવશે આ કેમ્પમાં ડો. ભાવિન ગામી, ડો. કિશન બોપલીયા, ડો. અક્ષય જાકાસણીયા, ડો. કલ્પેશ રંગપરિયા, ડો. યોગેશ પેથાપરા, ડો. વિશાલ બાવરવા, ડો. ઉમેશ ગોધવીયા, ડો. પુલકિત પ્રકાશભાઈ અને ડો. નિધિ સુરાણી ભાડજા સેવા આપવાના છે અને આ મેડિકલ કેમ્પનો દર્દીઓએ લાભ લેવા માટે કેમ્પના આયોજક ડો. ભાવીન ગામી, સન્ની મેરજા અને ડો. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.




Latest News