મોરબી નજીકથી ઇકો કારમાંથી 1.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4.09 લાખના મુદામાલ સાથે એક પકડાયો મોરબીના કુબેરનગર પાસે બાઈક સાથે બાઈક અથડાતા પિતા-પુત્રી સારવારમાં મોરબીના લક્ષ્મીવાસ ગામે કલેક્ટરની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ વાંકાનેરમાં સીવણ કામ શીખવા માટે ગયેલ ટંકારા તાલુકાની સગીરાનું અપહરણ ટંકારાના વીરપર ગામ પાસે મારા મારીના બનાવમાં ઇજા પામેલા 4 વ્યક્તિ સારવારમાં વાંકાનેરના આણંદપર ગામે ખાટલાને બાઇક અડી જતાં થયેલ મારા મારીમાં બે વ્યક્તિના માથા ફાડી નાખ્યા: મહિલા સહિત 5 સારવારમાં મોરબીના રંગપર ગામ પાસે પાણીના ફિલ્ટર પ્લાન્ટની ઓરડીમાં જુગાર રમતા 6 શખ્સો 2.70 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીના મચ્છુ-2 ડેમના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ


SHARE









મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ

ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓએ સાથે મોરબી સિરામિક ઉદ્યોગકારોની મહત્વપૂર્ણ બેઠક તાજેતરમાં યોજાઇ હતી જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસના ભાવ, ગેસની સપ્લાય અને નિયમોમાં રાહત આપવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.

ગાંધીનગર ખાતે ગુજરાત ગેસ લિમિટેડની ઓફિસમાં હાલની ગેસ સપ્લાયની વિકટ પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત ગેસના એમડી અવંતિકાસિંહ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબી સિરામિક એસો.ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ત્યારે મોરબી સિરામિક એસો. તરફથી પ્રમુખ મનોજભાઈ એરવાડિયા તેમજ નરેન્દ્રભાઈ સંઘાત, નિલેશભાઈ જેતપરિયા, પરેશભાઈ કુંડારિયા અને વિપુલભાઈ સવસાણી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગેસના ભાવ મુદ્દે ચર્ચા કરી હતી જેમાં ગેસ કંપનીએ પોઝિટિવ અભિગમ દર્શાવ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારના પરિબળોને ધ્યાનમાં રાખીને કમિટી સાથે ફરી 15/4 ના રોજ બેઠક યોજીને ભાવ અંગે નિર્ણય કરશે તેવું જણાવ્યુ છે તેમજ બિલિંગ સાઇકલ 5 થી 7 દિવસ કરવા માટે કંપનીએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને ગેસના MGO વપરાશ માટેની ચર્ચામાં 100% વપરાશના નિયમમાં રાહત આપીને 80-85% વપરાશ માટે પણ પોઝિટિવ પ્રતિસાદ આપવામાં આવ્યો હતો અને વધુમાં, આવતા અઠવાડિયામાં કમિટી નવી દિલ્હી ખાતે સેન્ટ્રલ ગેસ કમિટી સમક્ષ રૂબરૂ રજૂઆત પણ કરશે.




Latest News