વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ


SHARE













વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર આવેલ જનતા મોબાઈલ નામની દુકાનમાં બેસીને ટી 20 ક્રિકેટ મેચના રનફેર અને હાર જીત આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે મોબાઈલ ફોનથી સોદા લખવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા તથા મોબાઇલ મળીને 6220 ની કિંમતના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને જેની સાથે સોદા લખવામાં આવતા હતા તે શખ્સને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી છે.

વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર આવેલ બંધુ સમાજ હોસ્પિટલ સામે જનતા મોબાઈલ નામની દુકાનમાં મોબાઈલ ફોન ઉપર વાતચીત કરીને આઇપીએલની ટી 20 માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ ટીમ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચમાં રનફેર અને હાર જીતનો જુગાર રમતા હોવાની બાતમી હતી જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મોબાઈલ ફોન ઉપર સોદા લખાવતા એક શખ્સ મળી આવેલ હોય પોલીસે સમીર યુસુફભાઈ ગોરી (39) રહે. બંધુ સમાજ હોસ્પિટલ સામે પ્રતાપ રોડ વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 1220 ની રોકડ તથા 5000 રૂપિયા ની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને 6220 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોબાઈલ નંબર 9274874752 ના ધારક સાથે હાલમાં પકડાયેલ શખ્સ ક્રિકેટના રનફેરના હાર જીતના જુગારના સોદા લખાવતો હોય મોબાઈલના ધારક સહિત કુલ મળીને બે વ્યક્તિઓ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારામારીમાં ઈજા

મોરબીના સરતાનપર રોડ દશામાઁ ના મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ચતુર જેસંગભાઈ પરમાર (ઉમર ૨૭) રહે.સરતાનપર રોડ વાંકાનેરને ઇજા થતા સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બનાવને પગલે મોરબી પોલીસે તપાસ કરી બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હોવાનું સૂત્રોએ જણાવેલ છે.જ્યારે હળવદના રાણેકપર રોડ ઉપર થયેલ મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા નસીરભાઈ હુસેનભાઇ કલાડિયા (૪૨) રહે.મયુરનગર હળવદને પણ ઇજા પામેલ હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.

મકનસર ખાતે મારામારી

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં પુત્રવધુને તેડવા આવા સમયે બોલાચાલી માથાકૂટ થઈ હતી.જે બનાવમાં પ્રેમીલાબેન ભુપતભાઈ (૭૫) અને મધુબેન બાબુભાઈ ચીકાણી રહે.બંને સરંભડા તા.હળવદને ઇજા થતા અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News