મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ


SHARE











વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા શખ્સની ઘરની અંદર ગાંજાનો જથ્થો હોવાની હકીકત આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી 935 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી ગાંજો અને મોબાઈલ મળીને કુલ 51,750 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે ઘરધણીની ધરપકડ કરી હતી અને ગાંજો આપનારનું નામ સામે આવ્યું હોય પોલીસે બંને શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લા એસઓજીની ટિમે વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા વસીમભાઈ બલોચના રહેણા મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત આધારે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 935 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 46,750 ની કિંમતનો ગાંજો 50,00 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન આમ પુલ મળીને 51,750 ની કિંમતના મુદ્દામાલને કબ્જે કર્યો છે અને સ્થળ ઉપરથી આરોપી વસીમભાઈ ઉર્ફે લાલો રફિકભાઈ બ્લોચ (40) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તેણે સોહીલ પઠાણ રહે. મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી બંને શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

આધેડનું મોત

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ભક્તિનગર સર્કલ બ્રિજ નીચે બીમાર અવસ્થામાં રહેલા અજાણ્યા ૬૫ વર્ષના આધેડનું મોત નિપજયુ હતુ.જેને પગલે એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરવામાં આવી હતી જેની તપાસ સ્ટાફના એસ.કે.બાલાસરા દ્વારા કરવામાં આવી હતી.






Latest News