મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો


SHARE





મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો

મોરબી તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં વર્ષ ૨૦૦૨ માં નજીવી રકમ માટે મિત્રની નિર્મમ હત્યા કરીને છેલ્લા ૨૪ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત ડીસીબી ક્રાઈમ દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવતા પોલીસે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ નજીક વર્ષ ૨૦૦૨ માં કાલીચરણ નામના એક વ્યક્તિની માથામાં ધોકો ફટકારીને હત્યા કરવામાં આવી હતી. અને તેનો મર્ડરનો ગુનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૦૨ માં નોંધાયેલ હતો. આ ગુનામાં મરણ જનારનો મિત્ર કે જેણે નજીવી રકમ માટે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.તે છેલ્લા ૨૪ વર્ષથી ફરાર હતો ! તેને સુરત ડીસીબી ક્રાઈમએ પકડ્યો હતો અને હાલ મોરબી તાલુકા પોલીસ હવાલે કરતા મોરબી તાલુકા પોલીસે વર્ષ ૨૦૦૨ માં નોંધાયેલ મર્ડરના ગુનોમાં ગંગારામ છોટા દિલા ચત્તર (ઉંમર વર્ષ ૫૨) મૂળ રહે.વોર્ડ નંબર ૨/૩ ભરબરીયા ગામ થાના મંજરી જિલ્લો પશ્ચિમ સિંહપૂરી ઝારખંડ હાલ રહે.પાવું બસ્તી સુરારામ કોલોની હૈદરાબાદને ગુનાના કામે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કરતા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

યુવાનનું મોત
મોરબીના વાંકાનેર હાઇવે રફાળેશ્વર ચોકડી નજીક થોડા સમય પહેલા ટ્રક પલટી મારી જવાનો બનાવ બન્યો હતો. જેમાં પ્રદીપભાઈ વિકાસભાઈ (૪૫) મૂળ રહે.રાજસ્થાન હાલ મોરબી નામના યુવાનનું મોત થયું હતું.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે હળવદના કડીયાણા ગામના કરશનભાઈ બચુભાઈ મજેઠીયા નામનો ૪૭ વર્ષનો યુવાન વવાણીયા ગામેથી માળીયા તરફ જતા હતા.ત્યારે રસ્તામાં વાહન અકસ્માત થતા ઇજા પામ્યા હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.




Latest News