મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા


SHARE





ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા

ગઢકા ગામથી મુંધવા પરિવારના છતર અને ખાખરેચી ગામના અંદાજે 500 જેટલા લોકોનો સંઘ પાટડી તાલુકાના મેરા ગામે જઈ રહ્યો હતો અને વિરમગામમાં આવેલ સતી માતાજીના મંદિરે આજે આ સંઘ દ્વારા ધજા ચડાવાની હતી. દરમ્યાન રાત્રીના સમયે વિરમગામ નજીક પદયાત્રીઓ વહેલી સવારે ચાલતા થયા હતા અને રસ્તામાં પંચર પડેલો ટ્રક પડ્યો હતો જેથી તેને ઓવરટેક કરવા માટે જતા સમયે પાછળથી આવી રહેલા ટ્રકના ચાલકે પદયાત્રીઓને હડફેટે લીધા હતા જે બનાવમાં પંચર પડેલા ટ્રકના ડ્રાઇવર ક્લીનર તેમજ છતર ગામના બે મહિલા અને ખાખરેચી ગામના ત્રણ મહિલા આમ કુલ સાત વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને છતર ગામના જે મહિલાઓના મોત નિપજ્યા છે તેમાં મુંધવા વજીબેન વિભાભાઈ (52) અને મુંધવા વિજીયાબેન પ્રવીણભાઈ (42) નો સમાવેશ થાય છે અને આ બંને મહિલાઓ સંબંધમાં જેઠાણી અને દેરાણી થતી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે વધુમાં મળતી વિગત પ્રમાણે પાટડી તાલુકાના મેરા ગામે મહાદેવ મંદિર આવેલું છે અને ત્યાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સંઘ મેરા ગામ તા. 18 ના રોજ પહોંચે ત્યારબાદ ભાગવત સપ્તાહ ત્યાં શરૂ થવાની હતી. દરમ્યાન ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં મુંધવા પરિવારના પાંચ મહિલાઓના મોત નિપજ્યા છે




Latest News