લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં


SHARE









મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં

મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો તથા મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે કુલ મળીને 321 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેની આજે ચકાસણી કરવામાં આવી હતી અને ચકાસણી દરમિયાન પક્ષનું મેન્ડેડ ન આપ્યું હોય, ટેકેદારની સહી ન હોય કે અધૂરું ફોર્મ હોય વિગેરે બાબતોને ધ્યાને લઈને એક બે નહીં પરંતુ કુલ 49 જેટલા ફોર્મ ને રદ કરવામાં આવ્યા છે જેથી હવે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષ અને અપક્ષ મળીને જિલ્લા પંચાયત અને મહાપાલિકામાં 272 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે 52 બેઠકો માટે કુલ મળીને 204 જેટલા આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જે ફોર્મની આજે ચકાસણી કરવામાં આવી હતી અને ચકાસણી દરમિયાન ડુપ્લીકેટ ફોર્મ હોય, કોઈ ફોર્મ ની અંદર ટેકેદારની સહી ન હોય વગેરે જેવી બાબતો ધ્યાનમાં આવી હતી જેથી કરીને અલગ અલગ વોર્ડમાંથી કુલ મળીને 23 જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા છે જેથી હવે મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે 181 જેટલા ઉમેદવારો મેદાનમાં છે અને જો રદ થયેલ ફોર્મના વોર્ડ વાઈઝ આંકડા ઉપર નજર કરીએ તો વોર્ડ નંબર 1 માં 1, 2 માં 3, 3 માં 4, 4 માં 2, 5 માં 1, 6 મા 1, 7 માં 0, 8 માં 2, 9 માં 1, 10 મા 3, 11 માં 0, 12 માં 2 અને 13 માં 2 આમ કુલ મળીને 23 ફોર્મ રદ કરવામાં આવ્યા છે જો જિલ્લા પંચાયતની વાત કરીએ તો 24 બેઠકો માટે કુલ મળીને 117 જેટલા આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો તથા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવામાં આવી હતી અને જે ઉમેદવારો એ ફોર્મ ભર્યા હતા તેમાંથી પક્ષનું મેન્ડેડ ન આવવાથી, અન્ય કારણોસર અને ડુપ્લીકેટ ફોર્મ હોય તેવા કુલ મળીને 26 ફોર્મ રદ કરવામાં આવ્યા છે જેથી હવે જિલ્લા પંચાયત માટે કુલ 91 ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે જોકે હજુ આગામી તા. 15 ના રોજ ઉમેદવારી પત્ર પાછો ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારબાદ બુધવારે સાંજે મોરબી જિલ્લા પંચાયત અને મોરબી મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.




Latest News