મોરબીનો ડીપી મંજુર કરવા જિલ્લા ભાજપના માજી પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત
મોરબી જીલ્લામાં રાતે ભૂકંપનો ૩.૨ નો આંચકો અનુભવાયો, કોઈ નુકશાની નહીં
SHARE
મોરબી જીલ્લામાં રાતે ભૂકંપનો ૩.૨ નો આંચકો અનુભવાયો, કોઈ નુકશાની નહીં
મોરબી જીલ્લામાં છેલ્લા થોડા દિવસોથી મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઝાકળ વર્ષા બાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે ત્યાર બાદ હવે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ઊભો થાય છે
મોરબી જીલ્લામાં ગત રાતે ૧૧.૩૪ મિનિટે ભૂકંપનો ૩.૨ ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો અને રાત્રિ દરમ્યાન ભૂકંપનો આ આંચકો આવેલ હોવાથી મોટાભાગના લોકો ઘરમાં જ હતા જેથી કરીને આ ભૂકંપના આંચકાને અનુભવ્યો હતો અને ખાસ કરીને બહુમાળીમાં રહેતા લોકોને ભૂકંપનો આંચકો અનુભવાયો હતો માટે ઘણા લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા અને વધુમાં મોરબીના ડિઝાસ્ટર વિભાગના અધિકારી અમરિન ખાન સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, મોરબીથી ૩૫ કિમિ વેસ્ટ સાઉથ વેસ્ટ તરફ આ ભુકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે અને ભૂકંપની તીવ્રતા ૩.૨ ની નોંધાઈ છે જો કે, મોરબી જિલ્લાના કોઈ વિસ્તારમાથી હજુ સુધી નુકશાનીના સમાચાર સામે આવેલ નથી