મોરબી જીલ્લામાં રાતે ભૂકંપનો ૩.૨ નો આંચકો અનુભવાયો, કોઈ નુકશાની નહીં
મોરબીના લીલાપર ગામે દીકરાં જન્મદિને કોમ્પ્યુટર સેટ પ્રાથમિક શાળાને અર્પણ કર્યો
SHARE
મોરબીના લીલાપર ગામે દીકરાં જન્મદિને કોમ્પ્યુટર સેટ પ્રાથમિક શાળાને અર્પણ કર્યો
મોરબીના લીલાપર ગામના રહેવાસી વિપુલ ભગવાનજીભાઈ દેત્રોજા કે જેઓ સિરામિક તથા પોલીપેક ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેઓએ પોતાના પુત્ર આરવનો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવ્યો હતો અને આરવના જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકોને મદદરૂપ થાય તે માટે શાળાને એક કોમ્પ્યુટર સેટ ભેટ આપેલ છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિપુલભાઈ, તેમના ધર્મપત્ની ગીતાબેન, આરવના દાદા ભગવાનજીભાઈ તથા દાદી નિર્મળાબેન ઉપસ્થિત રહ્યા હતા અને શાળા પરિવારે આરવને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી તથા વિપુલભાઈને તેમના આ કાર્ય માટે શાળા તેમજ સમગ્ર શિક્ષણ જગત તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા