મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી !


SHARE





હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી !

હળવદના માનસર ગામ પાસે આવેલ જેટકોના 400 કે.વી. સબ સ્ટેશનમાં લાઈન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો કર્મચારી ગેરહાજર હતો જેથી કાર્યપાલક ઈજનેરે તેની હાજરી માસ્ટરમાં ગેરહાજરી કરી હતી જે બાબતનું મનદુખ રાખીને બોલાચાલી કરી હતી અને ગાળો આપીને ગાલ ઉપર અધિકારીને થપ્પડ મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ અધિકારી દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મોરબીમાં આવેલ ઉમટાઉનશીપ ખાતેના રહેવાસી અને હાલમાં હળવદના સરા રોડ ઉપર આવેલ હરીનગર સોસાયટીમાં રહેતા અને જેટકોમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા નીતિનભાઈ જયસુખભાઈ લોરીયા (33)એ હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા રહે. વડવાળી શેરી સોની તલાવડી ધાંગધ્રા વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે આરોપી હળવદ તાલુકાના માનસર ગામે આવેલ 400 કે.વી. જેટકોના લાઇન ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે જો કે, અગાઉ નોકરીમાં ગેરહાજર રહેલ હોય તે દરમિયાન ફરિયાદીએ હાજરી માસ્ટરમાં તેમની હાજરી સામે લીટો મારેલ હતો જે બાબતનું મનદુઃખ રાખીને બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી અને અભદ્ર ગાળો આપી ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને ગાલ ઉપર થપ્પડ મારી હતી અને અર્થીંગ ફાઇબર રોડનો દંડો લઈને મારવા માટેનો પ્રયાસ કર્યો હતો અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા જેટકોના અધિકારીએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News