વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા
Breaking news
Morbi Today

હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE







હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી

હળવદ શહેરમાં રહેતા યુવાન સાથે જમીનની દલાલી અને લે-વેચમાં ભાગીદાર રહેલા શખ્સે વધારાના પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા જે રૂપિયા આપવાની યુવાને ના પાડતા તેને મોબાઈલ ફોન ઉપર ફોન કરીને જેમ ફાવે તેમ ગાળો આપીને હાથ પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદમાં આવેલ વાણીયાવાડમાં રહેતા ચિંતનભાઈ જીતેન્દ્રભાઈ રાવલ (27)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી રહે. આસોપાલવ સોસાયટી હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તે અને આરોપી બંને જમીનમાં ટકાવારી મુજબ પાર્ટનર હતા અને જમીનનો દસ્તાવેજ કરી આપેલ હોય તેમજ જમીનમાં દલાલી પણ બંનેને મળી ગઈ હતી તેમ છતાં પણ જમીન લે-વેચ કરેલ હતી તેમાં ફરિયાદી પાસેથી આરોપીએ વધુ પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી જેથી કરીને ફરિયાદીએ તે રૂપિયા આપવાની ના પાડતા આરોપીએ ફરિયાદીના મોબાઇલ ફોનમાં ફોન કરીને જેમ ફાવે તેમ ગાળો આપીને ઝઘડો કર્યો હતો જેથી ફરિયાદીએ આરોપીનો ફોન કાપી નાખ્યો હતો ત્યાર બાદ આરોપીએ સાહેના ફોનમાંથી ફોન કરીને ફરિયાદીને હાથ-પગ ભાંગી નાખવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ

માળીયા મિયાણાં તાલુકાના નવાગામ ટાવર વાળા ઢાળ પાસે નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 600 લીટર આથો તથા 10 લિટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મળીને 17,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ઈર્શાદ ઉર્ફે કાળો મોહદહનીફ જેડા (22) તથા આરીફ ઈસ્માઈલભાઈ મોવર (20) રહે. બંને નવાગામ માળિયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને બંને સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ કરી છે.






Latest News