મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી


SHARE









મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી

મોરબીના વૃદ્ધની હળવદના કડીયાણા અને ચરાડવા ગામની વચ્ચે બાર બોર નામે ઓળખાતી સીમમાં વાડી આવેલી છે અને તે વાડીની ઓરડીની અંદર રાખવામાં આવેલ કોપર વાયરના જથ્થાની ચોરી કરવામાં આવે છે જેથી અંદાજે 1 લાખ રૂપિયાની કિંમતના કોપર વાયરની ચોરી થઈ હોવાની ભોગ બનેલા વૃદ્ધે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મારુતિનગર વિદ્યુતનગરની બાજુમાં રહેતા લાલજીભાઈ અણદાભાઇ સિણોજીયા (60)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદના કડીયાણા અને ચરાડવા ગામની વચ્ચે બાર બોર નામની ઓળખાતી સીમમાં તેઓની તેઓની વાડી આવેલી છે અને તે વાડીની ઓરડીમાં અજાણ્ય શખ્સ દ્વારા પ્રવેશ કરીને ત્યાં રાખવામાં આવેલ સબમર્સીબલ મોટરનો કેબલ કોપર વાયર આશરે 1600 ફૂટ જેની કિંમત 1 લાખ રૂપિયા થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News