મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા


SHARE































મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા

સોશયલ મીડિયા મારફતે મોબાઇલમાં આવતી એપીકે ફાઇલ ખોલવાના કારણે ઘણા લોકોના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી ગયા છે તેવી ઘટનાઓ અનેક વખત સામે આવી છે તેવામાં મોરબીના પંચાસર રોડ પર આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા આધેડના મોબાઈલ ફોન ઉપર આરટીઓ ચલણની એપીકે ફાઈલ આવી હતી જેને મોબાઈલ ફોનમાં ઓપન કરવાની સાથે જ આધેડ અને તેના પત્નીના બેન્ક એકાઉન્ટમાંથી કુલ મળીને 3 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા જેથી કરીને ભોગ બનેલ આધેડે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા લાલજીભાઈ બાલુભાઈ સિણોજીયા (50)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કેનેરા બેન્ક તથા એરટેલ પેમેન્ટ બેંકના એકાઉન્ટ ધારકો તથા તપાસમાં ખૂલે તેની સામે ઠગાઈની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તા. 2/3 ના રોજ તેઓના મોબાઇલ ફોનમાં આરટીઓ ચલણની એપીકે ફાઇલ આવી હતી જે ફાઈલને ઓપન કરવાની સાથે જ તેઓનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો અને ત્યારબાદ તેમના એયુ બેંકમાં આવેલ એકાઉન્ટમાંથી 2.95 લાખ રૂપિયા તથા તેના પત્નીના બેન્ક એકાઉન્ટમાંથી 5,000 રૂપિયા આમ કુલ મળીને 2 એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયા આરોપીઓએ તેના જુદી જુદી બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા અને આધેડની સાથે ઠગાઈ કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ આધેડ દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.












Latest News