મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત


SHARE









મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન કોલસા મીલના મશીનના પટ્ટામાં સગીર ફસાઈ ગયો હતો જેથી તેને બગલ, હાથ અને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હતી માટે તે સગીરને સારવાર માટે પ્રથમ મોરબી ત્યાંથી રાજકોટ અને ત્યારબાદ તેના વતનમાં લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન સગીરનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક સગીરના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મશીનના ઓપરેટર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને ત્યાં બરવાણી કોતવાલી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રશાંત મિશ્રાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બ્રિજેન્દ્ર રાજાવત રહે. કજારીયા સલ્ફર ટાઇલ્સ ફેક્ટરી લખધીરપુર રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે ગત તા. 18/11/2025 ના રોજ વિશાલ, સુરેશ અને ફરિયાદીનો સગીર ભાઈ લખધીરપુર રોડ પર આવેલ કજારીયા સલ્ફર ટાઇલ્સ ફેક્ટરીમાં હતા ત્યારે ત્યાં રાત્રિના 9:30 આસપાસ કોલસો પૂરો થઈ ગયો હતો જેથી આરોપી બ્રિજેન્દ્ર રાજાવાતને મિલ બંધ કરી દેવા માટે થઈને કહ્યું હતું અને ટ્રેક્ટરના ડ્રાઈવરને સાથે લઈ જવા માટે સુરેશે તેને કહ્યું હતું જોકે કોલસા મિલમાં મશીનના ઓપરેટર આરોપી બ્રિજેન્દ્ર દ્વારા બેદરકારી રાખવામાં આવી હતી અને ફરિયાદીનો ભાઈ વિશ્વાસ (11) કોલસા મિલના પટ્ટામાં ફસાઈ ગયો હતો જેથી તેને બગલ, હાથ અને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી માટે તેને સારવારમાં પ્રથમ મોરબી અને ત્યાંથી રાજકોટ અને ત્યાર બાદ તેના વતનમાં લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન સગીરનું તા. 25/11/2025 ના રોજ મોત નીપજયું હતું જેથી કોલસા મશીનના ઓપરેટરની બેદરકારીને કારણે વિશ્વાસનું મશીનના પટ્ટામાં આવી જવાથી ઇજા થવાના લીધે મોત નીપજયું હોય હાલમાં ભોગ બનેલા સગીરના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મશીનના ઓપરેટર સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News