મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત


SHARE







મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ જૂની પોસ્ટ ઓફિસ સામે શોભેશ્વર રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના નાનીવાવડી ગામે રહેતા આંબાભાઇ દેવશીભાઈ મકવાણા (66) નામના વૃદ્ધ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં જૂની પોસ્ટ ઓફિસ સામે આવેલ પેટ્રોલ પંપ ખાતે નાઈટમાં સિક્યુરિટીની ફરજ બજાવતા હોય ગઈકાલે વહેલી સવારે 3 થી 7 વાગ્યા દરમિયાન તેઓને હાર્ટ અટેકનો હુમલો આવ્યો હતો જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાની મૃતક વૃદ્ધના દીકરા દેવજીભાઈ આંબાભાઇ મકવાણા (37) રહે. નાનીવાવડી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જુગાર રમતા બે પકડાયા

મોરબીમાં કુબેર ટોકીઝના ગ્રાઉન્ડમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા મહેશભાઈ લક્ષમણભાઇ આરોજિયા (40) અને સાગરભાઇ રાજેશભાઈ અગેચાણીયા (27) રહે. બંને કુબેર ટોકીઝ પાછળ મોરબી વાળા મળી આવ્યા હતા જેથી તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 1420 ની રોકડ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી 

ત્રણ બોટલ દારૂ સાથે બે પકડાયા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફિદાય પાર્ક પાસેથી બાઈક નંબર જીજે 7 બીએસ 9613 લઈને પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરતા તેની પાસેથી દારૂની નાની ત્રણ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને વાહન મળીને 30,360 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી રેન્ચોરાય જલકુરામ રાય (26) રહે. ઇસ્કોન એપાર્ટમેન્ટ પાછળ સનાળા મોરબી મૂળ રહે. હરિયાણા તથા ચંદન કનૈયાલાલ ચૌધરી (31) રહે. સનાળા સર્કલ ઇસ્કોન એપાર્ટમેન્ટ બ્લોક નંબર 602 મોરબી મૂળ રહે. વેસ્ટ બંગાળ વાળાની ધરપકડ કરેલ છે અને બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News