મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો


SHARE









મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ સામે કાર્ગો કાફે ખાતે ગયેલ યુવાનને ત્યાંના મેનેજર અને પાર્ટનર દ્વારા ગાળો આપીને ઢીકાપાટુનો તેમજ પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના જીઆઇડીસી રોડ પર આવેલ પંચવટી સોસાયટી કંકુ હાઈટ્સ ફ્લેટ નંબર 201 માં રહેતા માનવભાઈ પ્રશાંતભાઈ વઘાડિયા (18) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર્ગો કાફેના મેનેજર આશિષભાઈ તથા કાર્ગો કાફેના પાર્ટનર હિરેનભાઈ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર રામેશ્વર પાર્ટી પ્લોટ સામે કાર્ગો કાફેના કમ્પાઉન્ડમાં ફરિયાદી સાથે કાર્ગો કાફેના મેનેજરે બોલાચાલી કરી હતી અને ગાળા ગાળી કરી ઢીકાપાટોનો માર માર્યો હતો. ત્યારબાદ મેનેજરે કાર્ગો કાફેના પાર્ટનરને બોલાવતા તેણે ત્યાં આવીને ફરિયાદીને પ્લાસ્ટિકના પાઇપ વડે માથામાં તેમજ ડાબા હાથમાં માર મારીને ઇજાઓ કરી હતી અને બંને આરોપીઓએ ભેગા મળીને ફરિયાદી સાથે જપાજપી કરી ગાળો આપીને માર માર્યો હતો જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News