મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં


SHARE







મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં

શનાળા પાસે ગેરેજમાં આગ લાગતા 11 કારને નુકશાની

 મોરબી-માળીયા (મીં) હાઈવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયાની પાસે આવેલા ભવાની એન્ટરપ્રાઈઝ નામના યુનીટ ખાતે મારામારીનો બનાવ બન્યો હતો. જે સામસામી મારામારીમાં જય પ્રવિણભાઈ દવે (26) રહે. ઘુંટુ રોડ મોરબી અને પ્રવિણભાઈ બાલક્રિષ્નભાઈ રાઠોડ (32) રહે. સિધ્ધિ વિનાયક પાર્ક વાવડી રોડને ઈજાઓ થતા ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. પ્રવીણભાઈએ જય દવેના માથામાં પાનુ મારી દીધુ હતું જયારે પ્રવિણભાઈને પણ મારામારીમાં ઈજા થઈ હતી. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફીરોઝભાઈ સુમરાએ બનાવ અંગે નોંધ કરી તપાસ કરી હતી.

આગથી નુકશાન
 શનાળા પાસે ટાકઝો કાર ગેરેજ ખાતે આગની ઘટના બની હતી. જે બનાવમાં 11 જેટલી કારમાં નુકશાની થઈ હતી. તે અંગે મિલનભાઈ જયંતિભાઈ કડીવાર (29) રહે. શ્યામ રેસીડેન્સી નાની કેનાલ રોડ, મુળ ખાખરેચીએ પોલીસમાં બનાવની જાણ કરી હતી. જેથી સ્ટાફના સંજયભાઈ બાલાસરાએ નોંધ કરી તપાસ કરી હતી.

મારામારી

આંબાવાડી વિસ્તારમાં પાડોસી સાથે મારામારીના બનાવમાં ઈલાબેન સંજયભાઈ મારડીયા (37)ને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા તેમજ પતિએ માર મારતા ઈજા પામેલા રૂક્ષ્મણીબેન કમલેશભાઈ ડાભી (30)ને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.

અંધ શ્રધ્ધાથી દાઝયો
 ટંકારાના સજજનપર ગામના જયેશ નરશીભાઈ ધોળકીયા નામનો 19 વર્ષનો યુવાન દાઝી જતા સારવાર માટે અહીંની સિવિલે ખસેડાયો હતો. વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે ભુવાએ ગરમ તેલમાં હાથ બોળાવી દેતા જયેશ ધોળકીયા દાઝી ગયો હતો! પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી હતી. જયારે કોંઢ ગામે થયેલી મારામારીના બનાવમાં ઈજા પામેલા મનસુખભાઈ પ્રેમજીભાઈ પરમાર (50) રહે. લાલપર તા.મોરબીને સારવારમાં સિવિલે ખસેડાયા હતા.

વાહન અકસ્માત
 ટંકારા-મોરબી હાઈવે ઉપરના લજાઈ ગામે સીએનજી પંપ પાસે થયેલા વાહન અકસ્માત બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા મુસ્તાક કાદરભાઈ (36) રહે. ઈન્દીરાનગર, મહેન્દ્રનગરને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો. જયારે પાડોસી સાથેના ઝગડામાં ઈજા પામેલા વિજયાબેન દેવશીભાઈ પરમાર (58) રહે. લાયન્સનગર નવલખી રોડને અને રોહિદાસપરામાં રહેતા રાહુલ દિનેશભાઈ દેગામા (19)ને ઘર નજીક અજાણ્યા ઈસમે માર મારતા સિવિલે સારવારમાં ખસેડાયા હતા.જયારે જસમતગઢ ગામે બસ સ્ટેશન પાસે બાઈક સ્લીપ થતા ઈજા પામેલા યોગેન્દ્રસિંહ દશુભા જાડેજા (50) રહે. વાધરવા તા.માળીયા (મીં)ને માથામાં ઈજા થયેલ હોય સારવારમાં ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા






Latest News