મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત


SHARE









મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત

મોરબીના હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા ખેડૂત પોતાની વાડીએ હતા અને ત્યાં ઇલેક્ટ્રીક મોટરના વાયરીંગનું કામકાજ કરતા હતા.ત્યારે ઇલેક્ટ્રીક શોટ લાગેલ હોવાથી ઘટના સ્થળે તેમનું મોત થતા ડેડબોડી અત્રે સિવિલે લાવવામાં આવ્યું હતું.બનાવને પગલે એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદના રાતાભેર ગામે રહેતા હર્ષદભાઈ ગોરધનભાઈ ખાવડીયા નામનો ૪૮ વર્ષીય યુવાન તા.૨૫-૪ ના સવારે નવેક વાગ્યે તેઓની વાડીએ ઇલેક્ટ્રીક મોટરનું વાયરીંગનું કામકાજ કરતો હતો.ત્યારે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને તેમનું મોત નિપજત્તા ડેડબોડીને અહીંની સિવિલે લાવવામાં આવ્યુ હતુ.બનાવને પગલે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવેલી હોય સ્ટાફના ધૃવરાજસિંહ ઝાલા દ્વારા પહોંચીને પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બનાવ હળવદ પંથકનો હોવાથી આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરાઈ હતી.
વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નવા બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા અજયભાઈ પ્રભુભાઈ હડીયલ નામનો ૨૨ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વાહન સ્લીપ થતા ઈજા પામ્યો હોય સાગર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબી મકરાણીવાસ વિસ્તારમાં રહેતા અબેદાબેન યુસુફભાઈ મકરાણી નામની ૨૫ વર્ષની મહિલાને નવલખી રોડ ધકકાવારી મેલડી મંદિર નજીક વાહન અકસ્માત બનાવમાં ઈજા થયેલ હોય સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ માળિયા મીંયાણા ખાતે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ હુરબાઇ ગફુરભાઈ સુલેમાનભાઈ નામના ૭૦ વર્ષના વૃદ્ધાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર પાસે ઇન્દિરાનગરના મંગલમ વિસ્તારમાં રહેતા જીતેન્દ્રભાઈ લાભુભાઈ માનેવાડીયા નામના ૪૫ વર્ષના યુવાનને કોઈ સાથે ઝઘડો થયો હોય મારામારીમાં મુઢ ઇજાઓ થતા ૧૦૮ વડે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના સંજયભાઈ રાઠોડ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.




Latest News