મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

કોંગ્રેસનાં ગઢમાં ગાબડું: માળીયા (મી) પાલિકાની 17 બેઠક ઉપર કોંગ્રેસ-7 માં ભાજપનો વિજય


SHARE





કોંગ્રેસનાં ગઢમાં ગાબડું: માળીયા (મી) પાલિકાની 17 બેઠક ઉપર કોંગ્રેસ-7 માં ભાજપનો વિજય

માળીયા નગરપાલિકા વિસ્તાર કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે અને વર્ષોથી ત્યાં કોંગ્રેસ સત્તા ઉપર છે દરમિયાન માળીયા નગરપાલિકાની 24 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં 17 બેઠકો ઉપર કોંગ્રેસ અને 7 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે આમ કોંગ્રેસે તેનો ગઢ જાળવી રાખવામાં સફળ થયેલ છે.

માળીયા મીયાણા નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપ દ્વારા તેના ઉમેદવારોની સેન્સ લેવામાં આવી ન હતી, નામ જાહેર કરવામાં આવ્યો ન હતા અને સીધા જ 24 ઉમેદવારોના ભાજપ દ્વારા ચૂંટણી માટે થઈને ફોર્મ ભરી દેવામાં આવ્યા હતા અને માળિયા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી દરમિયાન આજે માળીયા નગરપાલિકાની ચૂંટણી બાદ તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં 24 પૈકી 17 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે જ્યારે સાત બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે આમ ભાજપએ કોંગ્રેસના ગઢમાં ગાડું પાડીને 7 બેઠકો કબજે કરેલ છે




Latest News