વાંકાનેર પાલિકાનો ગઢ ભાજપે 21 બેઠક સાથે જાળવી રાખ્યો: 3 બેઠક બસપા-4 બેઠક કોંગ્રેસ ટંકારા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો: 18 બેઠક ઉપર ભાજપ-6 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય કોંગ્રેસનાં ગઢમાં ગાબડું: માળીયા (મી) પાલિકાની 17 બેઠક ઉપર કોંગ્રેસ-7 માં ભાજપનો વિજય ઐતિહાસિક વિજયનું પુનરાવર્તન: મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં પંજો-સવારણાને જાકારો, 52 ને 52 બેઠક ઉપર ભગવો લહેરાયો મેજર અપસેટ: મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠક ઉપર ભાજપ હોવા છતાં પ્રમુખ કોંગ્રેસમાંથી આવશે મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય: વિજેતા બનેલા ઉમેદવારોના નામ મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં વોર્ડ નંબર 1, 5 અને 10 ની ભાજપની પેનલનો વિજય, મહાપાલિકામાં ભગવો લહેરાશે માળીયા મિંયાણામાં વડીલો પાર્જીત મિલ્કત બાબતે યુવાન, તેના પત્ની અને બે દીકરીઓ સાથે ત્રણ મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓએ માર માર્યો: એક યુવતીને હાથમાં બચકું ભરી લીધું
Breaking news
Morbi Today

ઐતિહાસિક વિજયનું પુનરાવર્તન: મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં પંજો-સવારણાને જાકારો, 52 ને 52 બેઠક ઉપર ભગવો લહેરાયો


SHARE













ઐતિહાસિક વિજયનું પુનરાવર્તન: મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં પંજો-સવારણાને જાકારો, 52 ને 52 બેઠક ઉપર ભગવો લહેરાયો

મોરબી મહાનગરપાલિકામાં ભાજપએ તેની જીતનું પુનરાવર્તન કર્યું છે અને નગરપાલિકાની છેલ્લી ચૂંટણીમાં જે રીતે 52 ને 52 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો તેવી જ રીતે મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીની અંદર ઇતિહાસ રચતા ભાજપે 52 એ 52 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે અને ઐતિહાસિક જીત મેળવી છે સામા પક્ષે કોંગ્રેસ, આપ અન્ય પક્ષ અને અપક્ષ તેમજ ભાજપથી નારાજ થયેલા તમામ લોકોને સુપડા મતદારોએ મતદાન કરીને સાફ કરી નાખ્યા છે

મોરબી નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે છેલ્લી ચૂંટણીમાં 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજય બન્યા હતા ત્યાર બાદ ઝુલતો કુલ તૂટી પડવાના કારણે નગરપાલિકાની બોડીને સુપરસીડ કરવામાં આવી હતી અને ત્યારબાદ વહીવટદારનું શાસન નગરપાલિકામાં હતું તેવામાં ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને અહીંયા કમિશનર, ડેપ્યુટી કમિશન સહિતના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી અને શહેરનો ચોમેર વિકાસ થઈ રહ્યો હતો તેવામાં રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને જેમાં ગુજરાતની નવરચીત મહાનગરપાલિકા સહિત કુલ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી જેમાં મોરબી મહાનગરપાલિકાનો પણ સમાવેશ થતો હતો

મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા અપક્ષમાંથી કુલ મળીને 177 જેટલા આગેવાનો દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી અને મંગળવારે સવારે પોલીટેકની કોલેજ ખાતે મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ ઇવીએમ ના આંકડા જાહેર કરીને મત ગણતરી શરૂ કરવામાં આવી હતી અને લગભગ બપોર સુધીમાં મહાનગરપાલિકાની મત ગણતરી પૂરી કરવાં આવેલ છે અને આ ચૂંટણીમાં પણ ભાજપએ નગરપાલિકાની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન કર્યું હોય તે પ્રકારે 52 ને 52 બેઠક ઉપર ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે

આ ચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ત્રિપાંખીયો જંગ હતો આ ઉપરાંત ભાજપમાંથી ટિકિટ ન મળવાના કારણે પાલિકાના પૂર્વ પ્રમુખો તેમજ સભ્યો અને તેના પરિવારજનો દ્વારા અપક્ષમાંથી ઉમેદવારી કરી હતી જોકે મોરબીના નગરજનો દ્વારા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અન્ય પક્ષ અને અપક્ષ કોઈને પણ મહાપાલીકામાં બેસવા જેવા રહેવા દીધા નથી અને આ ચૂંટણીની અંદર 52 ને 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો ઝળહળતો વિજય થયો છે અનેક પ્રકારની ચર્ચાઓ અને ક્રોસ વોટીંગ, સિંગલ વોટિંગ, જ્ઞાતિગત મતદાન સહિતની જે ચર્ચાઓ ચાલુ હતી તે તમામ ચર્ચાઓ અવગણીને મતદાન કરવામાં આવ્યું છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. મોરબીના મતદારોએ વિકાસની રાજનીતિને ધ્યાને રાખીને મોરબીના સંભવિત વિકાસને ધ્યાને લઈ ચૂંટણીમાં ભાજપ તરફથી વન વે મતદાન કર્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે,

મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોના નામ
  
વોર્ડ 1
ભાજપ: જયંતિભાઈ દામજીભાઇ પડસુંબિયા, રમાબેન પરેશકુમાર રૂપાલા, વીણાબેન માવજીભાઇ કંઝારીયા, જયદીપ પ્રશાંતભાઇ મહેતા


વોર્ડ 2
ભાજપ: સીતાબેન પરબતભાઇ હુંબલ, જયેશભાઇ મહેશભાઇ અગેચણીયા, મનસુખભાઇ મુળજીભાઇ સારેસા, આરતીબેન અમિતભાઇ જંજવાડીયા

 
વોર્ડ ૩

ભાજપ: રમાબેન કેતનભાઇ બોપલિયા, જિગ્નેશ હંસરાજભાઇ કૈલા, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, ભુપેન્દ્રભાઇ લાખાભાઇ જારીયા

વોર્ડ 4
ભાજપ: પુનમબેન જીતેનભાઇ અગેચણીયા, અશ્વિનિબેન અશ્વિનભાઇ પાટડિયા, વિવેક રમેશભાઇ ગોલતર, ગૌતમ ભાવેષભાઇ પરમાર

વોર્ડ 5
ભાજપ: માનુબેન રમેશભાઇ સિયાર, ભગિરથ મનસુખભાઇ બરાસરા,  મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા, મંજુલાબેન ગુણવંતભાઇ ચૌહાણ


વોર્ડ 6
ભાજપ: કેયુરકુમાર નરેન્દ્રભાઇ પંડયા, પુષ્પા જીગર વાળા, ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર, ચિરાગ હસમુખભાઇ રાણપરા

વોર્ડ 7
ભાજપ: મમતાબેન ધીરેન્દ્રભાઇ ઠાકર, જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા, ભાવીનભાઇ ગિરીશભાઇ ઘેલાણી, જયેશભાઇ વસંતભાઇ દેસાઇ

વોર્ડ 8
ભાજપ: કુંદનબેન શૈલેષ માકાસણા, મહેન્દ્રભાઇ રમણિકલાલ સવસાણી, ઉતમ મહેશભાઇ સુરાણી, જ્યોત્સનાબેન સવજીભાઇ ભીમાણી

વોર્ડ 9
ભાજપ: હીરેનભાઇ પરબતભાઈ કરોતરા, નવનીતભાઈ ભુદરજીભાઈ કુંડારીયા, ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા, નુતનબેન હરસુખભાઈ વિડજા

વોર્ડ નંબર 10
ભાજપ: સોનલબેન પ્રફુલભાઇ બાવરવા, અલ્પાબેન રોહિતભાઇ કંજારીયા, ભાવેશભાઇ અરજણભાઇ કંઝારીયા અને ગણેશભાઇ નાનજીભાઇ ડાભી

વોર્ડ નંબર 11
ભાજપ: ગોપાલભાઇ વસ્તાભાઈ કાસુન્દ્રા, રવિન્દ્રભાઈ ઘનજીભાઇ સનાવડા, નિરૂપમા નિલેશભાઇ કાલરીયા અને ભારતીબેન ચુનીલાલ પરમાર

વોર્ડ નંબર 12
ભાજપ: રીષિપકુમાર નારણભાઇ કૈલા, બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા, મેઘાબેન દિપકકુમાર પોપટ અને શીતલ સાગરભાઇ વઘાડીયા

વોર્ડ નંબર 13
ભાજપ: ભાવિકકુમાર ભરતભાઈ જારીયા, રાજેશભાઈ કાનજીભાઇ ડાભી, ગીતાબેન મનોજભાઇ સોલંકી, જશવંતીબેન પ્રવિણભાઇ સોનગ્રા 






Latest News