વાહન ચાલકો સાવધાન: મોરબીમાં હવે આડેધડ વાહન પાર્ક કર્યું તો ટોઇંગ વાહનમાં ઉપાડી જશે મોરબીમાં દીકરી વિક્રય સહિતના કુરિવાજોને તિલાંજલિ આપવા સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજનું નવું બંધારણ જાહેર: નિયમનો ભંગ કરનારને 11 હજારથી 1 લાખ સુધીનો દંડ નક્કી કરાયો દેશભરમાં કરોડો મોબાઇલમાં સાથે મળશે SMS વાંકાનેર પાસેના માટેલ ધામ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના વનાળિયા ગામે છરીના ઘા મારીને યુવાનની હત્યા કરનારા કૌટુંબિક કાકાની ધરપકડ મોરબી જીલ્લામાં મોલ, મલ્ટીપ્લેક્ષ, પેટ્રોલપંપ સહિતના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં 31 મે સુધી હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબીના રાજપર ગામનો બનાવ: દીકરાની જે મહિલા સાથે સગાઈ કરાવી તેના પૂર્વ પતિ સહિત ત્રણ શખ્સોએ આધેડને ધોકા-પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરી વિક્રય સહિતના કુરિવાજોને તિલાંજલિ આપવા સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજનું નવું બંધારણ જાહેર: નિયમનો ભંગ કરનારને 11 હજારથી 1 લાખ સુધીનો દંડ નક્કી કરાયો


SHARE













મોરબીમાં દીકરી વિક્રય સહિતના કુરિવાજોને તિલાંજલિ આપવા સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજનું નવું બંધારણ જાહેર: નિયમનો ભંગ કરનારને 11 હજારથી 1 લાખ સુધીનો દંડ નક્કી કરાયો

મોરબીમાં આજે સમરસ યુવા સંગઠન દ્વારા સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજના મહાસંમેલનનું આયોજન કરાયું હતું જેમાં સંતો, મહંતો અને સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને ખાસ કરીને રબારી સમાજમાં પરંપરાગત મૂલ્યોને જળવાઈ રહે અને દીકરી વિક્રય સહિતના કુરિવાજોને તિલાંજલિ આપવામાં આવે તેના માટે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજનું આદર્શ અને મજબૂત સામાજિક બંધારણ બનાવીને જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દીકરીના સગપણથી લઈને કોઈ વ્યક્તિના મરણ સુધીના જુદાજુદા પ્રસંગો માટેના નિયમો નક્કી કરવામાં આવેલ છે અને તેનો ભંગ કરનારાઓ પાસેથી 11 હજાર થી લઈને 1 લાખ સુધીનો દંડ નક્કી કરાયો છે અને દંડની રકમ સમાજના શિક્ષણ સહિતના કામોમાં વાપરવામાં આવશે તેવું આહ્વાન કર્યું છે.

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ સંગઠિત બને અને પ્રગતિશીલ બને તેવા ઉમદા હેતુ સાથે સમયની માંગ સાથે સર્વગ્રાહી બંધારણ ઘડવું અનિવાર્ય હતું જેથી કરીને મોરબીમાં સમરસ યુવા સંગઠન મોરબી પંથકના ગામે ગામ અને નેસડાઓ સુધી જઈને લોકોની સાથે મિટિંગો કરવામાં આવી હતી અને  હાલના સમયની માંગ મુજબ સમાજનું બંધારણ બનાવવામાં આવે અને કુરિવાજોને તિલાંજલી આપવામાં આવે તેના માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે આજે મોરબીમાં સમરસ યુવા સંગઠન દ્વારા રવાપર-લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ સમરસ ભવન ખાતે મહાસંમેલનનું આયોજન કરાયું હતું.

જેમાં ખાસ કરીને જગતગુરુ કનીરામદાસજી બાપુ અને અખિલ ભારતીય રબારી સમાજ ધર્મ ગુરુગાદી વડવાળા મંદિર દુધરેજ ધામના લઘુ મહંતની પદવી નાગરદાસજી બાપુને મળતા બંને સંતોનું સમરસ યુવા સંગઠન દ્વારા તેમનું ભવ્ય સન્માન કરાયું હતું આ તકે વડવાળા મંદિર દુધઈ ધામના રામબાલકદાસજી બાપુ, વડગુરુ ગાદી આપાજાલા ધામ, મેસરીયાના બંસીદાસજી બાપુ, ખાનકોટડા મંમાઈ માતાજી મઢના ભૂવા લક્ષ્મણઆતા નારણઆતા અને અદેપર મંમાઈ માતાજી મઢના ભૂવા સવાઆતા લક્ષ્મણઆતા પણ હાજર રહ્યા હતા. આજે મચ્છુકાંઠા રબારી સમાજના સામાજીક બંધારણના નિયમો જાહેર કરવામાં આવેલ છે

જેમાં દિકરા-દિકરીની સગાઈ કરતી વખતે લેતી-દેતીની પ્રથામાં રોકડ રકમ વધુમાં વધુ 3 લાખ અને ઘરેણું વધુમાં વધુ 7 તોલા લઈ શકાશે અને આ નિયમનો ભંગ કરે તેની પાસેથી 1 લાખનો દંડ લેવામાં આવશે. આ ઉપરાંત ચુંદડીના પ્રસંગ, લગ્નમાં છાબની ખરીદી, માતાજીના માંડવામાં વેવાર પ્રથા, વાસ્તુ પૂજન, હવન, મરણ પ્રસંગે લૌકિક, પાણી ઢોર, દાળામાં સાદું ભોજન સહિતના નિયમો બનાવ્યા છે અને તેનો ભંગ કરનારા સમાજના લોકો પાસેથી 11 હજારથી લઈને એક લાખ સુધીનો દંડ નક્કી કર્યો છે અને આ દંડની રકમનો ઉપયોગ સમાજના શિક્ષણ સહિતના કામોમાં વાપરવામાં આવશે. તેવી માહિતી સમરસ યુવા સંગઠનના મહેશભાઇ ભુંભરીયાએ આપી છે. 






Latest News