મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ભારે ખેચતાણ: મોરબી મહાપાલિકાના મેયર પદ માટે 6 આગેવાનોએ કરી દાવેદારી: ડેપ્યુટી મેયરમાં 4 સ્ટેન્ડિંગ ચેરમેન માટે 5 આગેવાનો મેદાનમાં


SHARE







ભારે ખેચતાણ: મોરબી મહાપાલિકાના મેયર પદ માટે 6 આગેવાનોએ કરી દાવેદારી: ડેપ્યુટી મેયરમાં 4 સ્ટેન્ડિંગ ચેરમેન માટે 5 આગેવાનો મેદાનમાં

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદેદારોની નિમણૂક કરવા માટે ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે તેના ભાગરૂપે આજે મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાની 10 પૈકીની 8 સંસ્થાઓ મેયર અને પ્રમુખ સહિતના વિવિધ હોદાઓ માટે આગેવાનો દ્વારા સેન્સ આપવામાં આવી હતી અને જુદીજુદી સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત 379 જેટલા આગેવાનો દ્વારા સેન્સ આપવામાં આવી હતી

મોરબી મહાનગરપાલિકા, મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને અને ત્રણ નગરપાલિકાની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી અને તેના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાંથી જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ અનામત છે અને તે અનામત બેઠક ઉપર ભાજપમાંથી જે ઉમેદવાર હતા તે હારી ગયા છે અને કોંગ્રેસના ઉમેદવારનો ત્યાં વિજય થયો હતો જેથી આ પંચાયતને કઈ રીતે કબજે કરવી તેના માટેની ભાજપમાં મથામણ ચાલી રહી છે અને વાંકાનેર તાલુકા પંચાયત તથા માળીયા નગરપાલિકામાં કોંગ્રેસની બહુમતી છે જેથી કરીને આ ત્રણ સંસ્થાઓ સિવાયની બાકીની સાત સંસ્થાઓમાં વિવિધ હોદ્દા ઉપર ચૂંટાયેલા સભ્યોમાંથી હોદ્દેદારને પસંદ કરવા માટે થઈને ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે આજે મોરબી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ગુજરાત પ્રદેશ ભાજપમાંથી સેન્સ લેવા માટે ગાંધીનગરના પૂર્વ પ્રમુખ રુચિરભાઈ ભટ્ટ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મંત્રી જયશ્રીબેન દેસાઈને મોકલવામાં આવ્યા હતા અને તેમના દ્વારા તાલુકા પંચાયત, નગરપાલિકા તથા મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ સિવાયના હોદાઓ માટે કુલ મળીને 379 જેટલા આગેવાનોની સેન્સ લેવામાં આવી હતી ત્યાર બાદ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે મોરબી મહાપાલિકાના મેયર પદ માટે 6, ડેપ્યુટી મેયર પદ માટે 5 અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે 4 જેટલા આગેવાનો દ્વારા દાવેદારી કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 52-52 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે અને હાલમાં મેયર પદ ઓબીસી અનામતનું હોવાથી સતવારા સમાજ તથા આહીર સમાજ વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. 






Latest News