મોરબીમાં રઘુવંશી યુવક મંડળ આયોજીત વિવિધ સ્પર્ધામાં ૩૩૫ બાળકોએ ભાગ લીધો
મોરબીમાં અકસ્માત કેશમાં ૧૩.૬૦ લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને કોર્ટનો હુકમ
SHARE








મોરબીમાં અકસ્માત કેશમાં ૧૩.૬૦ લાખનું વળતર ચૂકવવા વીમા કંપનીને કોર્ટનો હુકમ
મોરબીમાં અકસ્માતના કેશમાં રૂા.૧૩,૬૦,૨૦૦ નું વળતર ચૂકવવા વીમા કું. સામે કોર્ટ દ્રારા હુકમ કરવામાં આવેલ છે.
આ કેસની હકીકત એવી છે કે ભરતભાઈ વીરજીભાઇ ડાભી રહે.મોરબી તા.૫-૧૦-૧૫ ના રોજ પોતાનું બાઇક ચલાવી ધ્રાંગધ્રા તરફ જતા હતા ત્યારે મોટરસાયકલ નંબર જીજે ૧૩ આર ૬૮૭૭ ના ચાલકે હળવદ બાયપાસ રોડ વિશ્રામગૃહ પાસે તેમને હડફેટે લેતા ભરતભાઈ વીરજીભાઈ ડાભીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી અવસાન પામ્યા હતા. તેમના અકસ્માત વળતરનો કેસ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી જતા ટ્રીબ્યુનલે અરજદારના વકીલ બી.બી.હડીયલની ધારદાર દલીલો તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇને રૂા.૧૩,૬૦,૨૦૦ નું વળતર વ્યાજ તથા ખર્ચ સહિત ચૂકવવા વીમા કંપની સામે હુકમ કરેલ છે.આ કામમાં અરજદાર વતી મોરબીના સિનિયર વકીલ બી.બી.હડીયલ રોકાયેલ હતા.

