મોરબી: ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ હેઠળ લોકોના વાંધા-સુચનો આવકાર્ય
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ આયોજીત વિવિધ સ્પર્ધામાં ૩૩૫ બાળકોએ ભાગ લીધો
SHARE








મોરબીમાં રઘુવંશી યુવક મંડળ આયોજીત વિવિધ સ્પર્ધામાં ૩૩૫ બાળકોએ ભાગ લીધો
મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા તા.૨૬ મી ડિસેમ્બરને રવિવારના રોજ રમત-ગમત તેમજ ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરાયુ હતુ.જેમાં ૩૩૫ બાળકોએ ભાગ લીધો હતો.
મોરબીના રવાપર રોડ પાસે મોરબી નાગરીક બેંકની સામે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રમત-ગમત સ્પર્ધા યોજાઇ હતી.સમાજના બાળકો માટે રમત-ગમત, ડાન્સ અને વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે સ્પર્ધામાં રમત-ગમત હરીફાઈમાં ૨૫૦ જેટલા બાળકોએ તેમજ ડાન્સ અને વેશભૂષા હરીફાઈમાં ૮૫ થી બાળકોએ ભાગ લીધો હતો.દરેક હરીફાઈમાં પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. બાળકોએ રજુ કરેલ સુંદર ડાન્સ તેમજ અવનવી વેશભૂષાએ મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંસ્થાના પ્રમુખ સુનીલ ચંદારાણા અને મહામંત્રી રોનક કારીયા, પરીમલ ઠકકર સહીતની ટીમે કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

