મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ
મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો
SHARE
મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુસવાવ ગામે નદીના કાંઠા પાસેથી કોહવાઈ ગયેલી હાલતમાં એક વર્ષના બાળકની લાશ મળી આવી હતી જે બનાવની તપાસ દરમ્યાન મૃતક બાળકને તેના મામાના ઘરે મૂકવા જવનું કહીને બાળકના પિતાએ માસૂમ બાળકને નદીના કાંઠે ત્યજી દીધું હતું જેથી ભૂખના લીધે તે બાળકનું મોત નીપજયું હતું જેથી પોલીસે ગુનો નોંધીને આરોપી પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી જિલ્લામાં સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય તેવો બનાવ બનેલ છે જેમાં હળવદ તાલુકાના સુસવાવ ગામે સ્મશાનની બાજુમાં નદીના કાંઠે બાવળની જાળીમાંથી થોડા દિવસો પહેલા કોહવાઈ ગયેલ હાલતમાં એક વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જે બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક બાળકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક બાળકની ઓળખ મેળવવા માટે તથા તેના વાલી વરસને શોધવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હતી દરમ્યાન મૃતક બાળકના પિતાની ભયલુ ઉર્ફે રાજુ તેરસિંગ બામણીયા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે.
આ બનાવ સંદર્ભે પી.એસ.આઇ. એ.બી.મિશ્રાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભયલુ ઉર્ફે રાજુ તેરસિંગ બામણીયા (24) રહે. હાલ રાયસંગપર ગામની સીમમાં હમીરભાઇની વાડીએ તાલુકો હળવદ મૂળ રહે. દાહોદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ છે કે, મૃતક બાળકનું નામ નવશિક (1) છે અને આરોપી ભયલુ ઉર્ફે રાજુ એ અત્યાર સુધીમાં ચાર લગ્ન કરલે છે અને તેની ત્રીજી પત્ની રંગાબેન થકી તેને બે સંતાન થયા હતા જે પૈકીનાં નાના દીકરાને લઈને તે તેની પ્રેમિકા સાથે મોરબી જિલ્લાના રાયસંગપર ગામે આવી ગયો હતો અને ખેતીમાં મજૂરી કામ કરતો હતો
આ બનાવ સંદર્ભે પત્રકારોને માહિતી આપતા ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યુ હતું કે, મૃતક બાળકની દેખરેખ અને સાર સંભાળ બાબતે આરોપી ભયલુ અને તેની પ્રેમિકા વચ્ચે બોલાચાલી થતી હતી જેથી ભયલુ તેના સગા દીકરાને મામાના ઘરે મૂકવા જવાનું કહીને રાયસંગપર ગામની સીમમાં હમીરભાઇની વાડીએ નીકળી ગયો હતો અને ત્યાર બાદ સુસવાવ ગામ નજીક નદીના કાંઠે સગા દીકરાને ત્યજી દીધો હતો અને ત્યાં માસૂમ બાળકનું ભૂખ અને ઉનાળાની કાળઝાળ ગરમીના લીધે મોત નીપજયું હતુ.
વર્તમાન સમયમાં લગ્નેતર સબંધ અને બીજા લગ્ન જેવા બનાવોમાં ઘણી વખત નિર્દોષ બાળકોના ભોગ લેવાય અથવા તો તેની સાથે દુષ્કર્મ જેવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે તેવામાં હળવદ તાલુકાનાં સુસવાવ ગામે સગા દીકરાને મરવા માટે નદીના કાંઠે ત્યજી દેનારા નરાધમ બાપની હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.બી.મિશ્રા અને તેની ટીમે ધરપકડ કરેલ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.