મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં સગાઈ ફોક થયાનું લાગી આવતા યુવતીએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, વાંકાનેરના રૂપાવટી ગામે માતાએ ખળ વાઢવાનું કહેતા દીકરીએ કર્યો આપઘાત !


SHARE









મોરબીમાં સગાઈ ફોક થયાનું લાગી આવતા યુવતીએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, વાંકાનેરના રૂપાવટી ગામે માતાએ ખળ વાઢવાનું કહેતા દીકરીએ કર્યો આપઘાત !

મોરબીમાં આવેલ પચ્ચીસ વારિયામાં રહેતી યુવતીએ કોઈપણ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે જ્યારે વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતી યુવતીને તેની માતાએ ભેંસને નાખવાનો ચારો વાઢવા માટે કહ્યું હતું જે બાબતે તેને મનોમન લાગી આવતા તે યુવતીએ ખડ બાળવાની દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયામાં રહેતા મનીષભાઈ ભીખુભાઈ રેણુકાની 20 વર્ષની દીકરી પલવીબેને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતા અરવિંદભાઈ ઘોઘાભાઈ બાવળીયાની 18 વર્ષની દીકરી ટમુબેનને તેની માતાએ ભેંસને નાખવાનો ચારો વાઢવા માટે કહ્યું હતું અને તે બાબતે તેને મનોમન લાગી આવતા ટમુબેને પોતાની જાતે ખડ બાળવાની દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News